તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ન્યારી ડેમનું 100 એમસીએફટીનું ખાબોચિયું પણ રિઝર્વ રાખવા આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યારી ડેમનું 100 એમસીએફટીનું ખાબોચિયું પણ રિઝર્વ રાખવા આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંપીવાના પાણીની સ્થિતિ વખતે ગત વર્ષ કરતા પણ વધુ ચિંતાજનક છે. ચોમાસું પૂરું થવામાં છે. એમ છતાં ઘરઆંગણેના જળાશયોમાં આજીડેમ તો હજુપણ ક્રિકેટ રમી શકાય તેવા પટમાં છે, જ્યારે ન્યારી ડેમમાં પણ માંડ તળિયું ઢંકાય તેટલું ખાબોચિયું છે. 100 એમસીએફટી જેટલા પાણીનું ખાબોચિયું પણ અનામત રાખવાનો નિર્ણય કરાયો છે. સ્થાનિક જળાશયોમાં ભાદર અને ન્યારી બન્ને ડેમમાં વધીને 3 મહિના ચાલે તેટલો જથ્થો છે.

રાજકોટ છેલ્લાં બે વર્ષથી દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. ગત વર્ષની કળ હજુ વળીને નથી ત્યાં વર્ષે તો વધુ કફોડી હાલત આવી છે. શહેરમાં 20 ઇંચ વરસાદ વરસી ગયો હોવા છતાં જળાશયોમાં વર્ષ આખાની વાત તો દૂર રહી, દિવસો ટૂંકા થાય એટલો જથ્થો આવ્યો છે. એમાયે આજીડેમમાં તો ટીપું પાણીની આવક થઇ નથી. 29 ફૂટ અને 1000 એમસીએફટીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આજીમાં ડેડવોટર પણ રહ્યું નથી. બીજીબાજુ 950 એમસીએફટીની સંગ્રહ ક્ષમતા ધરાવતા ન્યારી-1 ડેમમાં પણ હાલ માત્ર 165 એમસીએફટીમાંથી ડેડવોટર 62 એમસીએફટી બાદ કરતા જીવંત જથ્થો માત્ર 100 એમસીએફટી છે.

ન્યારી ડેમમાં માત્ર ખાબોચિયાં રૂપે સંગ્રહાયેલો 100 એમસીએફટીનો જથ્થો પણ હાલ રિઝર્વ રાખવાનો નિર્ણય કરાયો છે. દરમિયાન ભાદર ડેમમાં 365 એમસીએફટી જથ્થો છે. સરકારની સૂચનાથી તેમાંથી ઉપાડ અડધો કરવો પડ્યો છે. ગણતરીએ પણ ભાદર ડેમ વધીને 3 મહિના સાથ આપે તેમ છે. હાલ માત્ર ભાદર અને નર્મદા આધારે રાજકોટ જીવી રહ્યું છે. ત્રણ મહિના પછી તો માત્રને માત્ર નર્મદા ઉપર બધો મદાર રહેવાનો છે. ચોમાસું પૂરુ થવા આવ્યું છતાં હજુ પણ રાજકોટના જળાશયો ખાલીખમ છે. જો કે ખાસ કરીને શહેર માટે જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમ હજુ પણ ખાલીખમ છે ત્યારે લોકલની હાલત કફોડી બની છે.

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ હજુ પણ ખાલીખમ

ન્યારી અને ભાદર ડેમ પણ વધીને 2 થી 3 મહિના ચાલે તેમ છે

ચોમાસું પૂરું થવાનો સમયગાળો 30 સપ્ટેમ્બર બાદ જળાશયો, કુલ માગ સહિતની વિગત સાથેનો વાર્ષિક આયોજન રિપોર્ટ તૈયાર કરાશે. બાદમાં તે સરકારમાં રજૂ કરીને નર્મદાની જરૂરિયાતની માગ કરાશે તેમ વોટરવર્કસ શાખાના અધિકારી વી.સી.રાજ્યગુરુએ જણાવ્યું હતું.

ચાલુ મહિનાના અંતમાં વાર્ષિક આયોજન રિપોર્ટ સરકારને મોકલાશે

થોડા દિવસો પહેલાં નર્મદા આધારિત બેડી પ્લાન્ટથી રોજનું 25થી 30 એમએલડી મળવા લાગતાં સરકારે ભાદર ડેમમાંથી ઉપાડ ઉપર નિયંત્રણ લાદી દીધો છે. પહેલા 45 થી 60 એમએલડી પાણી મળતું હતું. હાલ 18થી 20 એમએલડી લઇ શકાય છે. દરમિયાન સરકારે ભાદર ડેમમાંથી પાણી ઉપાડવા પર કાપ મુકી દેતા હવે માત્ર નર્મદાનો સહારો રહ્યો છે.

ભાદરના ઉપાડમાં સરકારે કાપ મુકાવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો