તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટઅર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(રૂડા)ના વિકાસકામની પ્લાનિંગ કમિટીમાં રૂડાના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ, સરંપચને લેવાના બદલે મહાનગરપાલિકાના 35 કોર્પોરેટરને લેવા સામે રૂડા હેઠળના 54 ગામના સરપંચોએ વિરોધ ઉઠાવ્યો હતો. જો કે, એમ છતાં તેમની અવગણના કરીને 8મી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજશે તેવું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.

બંધારણ મુજબ કોઇપણ નગર, મહાનગર કે સત્તામંડળ દ્વારા વિકાસ પ્લાન તૈયાર કરવા તથા મંજૂર કરવા સ્થાનિકે નિમાયેલી ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી કે મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીને સત્તા આપવામાં આવી છે. ગુજરાત મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી એક્ટ-2008 વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો અને તેના નિયમો 2016થી અમલી બન્યા હોય, રાજકોટ મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની રચના કરવામાં કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું

રૂડાની પ્લાનિંગ કમિટી 45 સભ્યોની બનશે. પૈકી 10 સભ્યો સરકાર નિયુક્ત હશે, જ્યારે બાકીના 35 સભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિ હશે.

ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મતદાર યાદીમાં રાજકોટ મનપાના કોર્પોરેટરોના નામ જોઇને રૂડાના સરપંચોમાં મોટો ઉહાપોહ મચી ગયો હતો. શું સરપંચો લાયક વ્યક્તિ નથી, શહેરના કોર્પોરેટરો પોતાના મતવિસ્તારમાં પહોંચી શકતા નથી, તો રૂડાના અને તેમાં પણ ખાસ કરીને અંતરિયાળ ગામોની હાલત વિશે દૂર બેઠેલા કોર્પોરેટરોને શું ખબર હોય, સરપંચો પોતાના ગામના સ્થાનિક પ્રશ્નોને વધુ ન્યાય આપી શકે છે અને સરપંચોની બાદબાકી કરવાનું વલણ અન્યાયી છે. આવા આક્રોશ સાથે 54 ગામોના સરપંચોની એક લડત સમિતિ બની હતી. તેમણે ઉઠાવેલો વાંધો ફગાવી દેવાયો છે અને વિરોધ વંટોળ વચ્ચે પણ ચૂંટણીની તારીખ 8 ઓક્ટોબર જાહેર કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે, સરપંચ સંગઠનની આગળની રણનીતિ શું રહેશે. જો કે મનપાની આવી નીતિ સામે 54 ગામોના સરપંચોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

54 ગામના સરપંચો કાનૂની જંગ છેડશે કે પાણીમાં બેસી જશે?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો