તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વહીવટી પ્રક્રિયા સરળ બનાવવાનો હેતુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વહીવટી પ્રક્રિયા સરળ બનાવવાનો હેતુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હવે દર 10 ગામના બદલે 5 ગામમાં 1 તલાટી ફાળવાશે

રાજ્યસરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં પાસ થયેલા તલાટીઓને પોસ્ટિંગની કાર્યવાહી હાથ ધરી છે અને તેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં 83 તલાટીઓની ફાળવણી કરાતા તેમાંથી સોમવારે 66 તલાટીઓ હાજર થયા હતા.

નાયબ મામલતદાર ગૌરાંગભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે, અગાઉ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની સૂચના મુજબ દર દસ ગામદીઠ એક તલાટીનો સેજો(ગ્રૂપ) હતો. તેના બદલે દોઢ વર્ષ પહેલા મહેસૂલ વિભાગે વધતી જતી કામગીરીને ધ્યાનમાં લઇ વહીવટી સરળતા માટે દર પાંચ ગામે એક તલાટીને મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેની અમલવારી હવે શક્ય બનશે.

રાજકોટ શહેર-જિલ્લામાં કુલ 175 તલાટીઓની જરૂરિયાત છે અને તેની સામે હાલમાં 75 તલાટીઓ છે અને વધુ 83 તલાટીઓ ફાળવવામાં આવતા કુલ 158નો સ્ટાફ થઇ જશે. આથી જિલ્લાના કુલ 600 ગામમાં દર પાંચ ગામે એક તલાટીને ફાળવવાનું શક્ય બનશે. સોમવારે 66 તલાટીઓ હાજર થતા તેમનો હાજર રિપોર્ટ લઇ લેવામાં આવ્યો છે અને હવે ટૂંક સમયમાં તેમને ડિટેલ પોસ્ટિંગ અપાશે.

રાજકોટ જિલ્લામાં 83 તલાટી નિમાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો