તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જણાવો આપની મરજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવડીમાં ડ્રેનેજ નેટવર્ક દોઢ વર્ષથી ધૂળ ખાય છે, હાઉસ કનેકશનની જોવાતી રાહ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમનપાના નકશામાં ચડી ગયેલા વાવડીમાં પ્રાથમિક સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. મનપામાં ભળ્યાને દોઢ વર્ષ વીતી ગયું, છતાં સમ ખાવા પૂરતા પણ એકપણ વિકાસ કામો થયા નથી. મોટા પ્રોજેક્ટની વાત તો દૂર રહી, પાણી, રોડ, સફાઇ, સ્ટ્રીટલાઇટ જેવી પાયાની સુવિધા પણ પ્રજાને મળી નથી. દોઢ વર્ષ પહેલા નખાયેલું ડ્રેનેજ લાઇનનું નેટવર્ક પણ ધૂળ ખાઇ રહ્યું છે. ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે, પરંતુ તે કાર્યરત થાય પહેલા મૂળભૂત કામ હાઉસ કનેકશન આપવામાં હદ બહારની ઢીલ થઇ રહી છે. ગોકળ ગાયની ગતિથી ચાલતા વ્યવસ્થા તંત્રના પાપે વાવડીની 80 હજારથી વધુની જનતા દોઢ વર્ષ પછી પણ હજુ ગ્રામપંચાયત યુગમાં જીવી રહી છે.

વાવડી રાજકોટ મહાપાલિકામાં ભળ્યું પૂર્વે રૂડા દ્વારા અહીં ડ્રેનેજ પાઇપલાઇનનું નેટવર્ક નાખવાનું કામ કરાયું હતું. 90 ટકા વિસ્તારમાં ડ્રેનેજની લાઇન, હાઉસ ચેમ્બર સહિતનું નેટવર્ક નખાઇ ગયું છે. તેમની સમાંતર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ તે ગોકળગાયની ગતિથી થતું હોય આજે દોઢ વર્ષ પછી પણ ડ્રેનેજની મેઇન લાઇનમાંથી હાઉસ કનેકશન અપાયા નથી.

વાવડીની વિશ્વકર્મા સોસાયટી સફાઇ કામદારની ગેરહાજરીને કારણે કચરાની સોસાયટી બની ગઇ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે.

આટલા વિસ્તારમાં તો હજુ ડ્રેનેજ પણ નથી પથરાઇ

વાવડીનાડેવલપ થયેલા વિસ્તારની વાત દૂરની રહી, ખુદ મૂળ ગામ વિસ્તારમાં પાંચથી મોટી શેરીઓમાં હજુ તો ડ્રેનેજની પાઇપલાઇન નથી નખાઇ. ઉપરાંત રસુલપરા, બજરંગ સોસાયટી, ચુના ભઠ્ઠી વિસ્તાર, બરકાતી સહિતની એરિયામાં તો હજુ તો પાઇપલાઇન નાખવાનું કામ પણ બાકી છે. લાઇન નખાશે પછી હાઉસ કનેકશન ક્યારે અપાશે, બધુ હજુ અધ્ધરતાલ છે.

વાવડીનું ગંદું પાણી કોઠારિયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાને લઇ જવાશે, પણ કયારેω ?

વાવડીમાંડ્રેનેજની લાઇન કાર્યરત થઇ ગયા બાદ ગંદું પાણી પમ્પિંગ કરીને કોઠારિયામાં લઇ જવાશે. કોઠારિયામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવાની યોજના છે. જ્યાં કોઠારિયા ઉપરાંત વાવડીનું ભૂગર્ભગટરનું પાણી શુધ્ધ કરવામાં આવશે.

વાવડીવાસીઅોએ વર્ણવી વેદના

{ આગમન સિટી પરીન ફર્નિચરની પાસે મહમદી બાગની બાજુમાં ઘણા સમયથી વોકળાની સફાઇ થતી નથી. જેથી મચ્છજન્ય રોગચાળો વધે તેવી શક્યતા છે જ્યારે વરસાદ આવે ત્યારે એમ લાગે છે કે ગંગા જમના નદી પાર કરી હોય. શું હવે મનપા તરફ જોશે કે શું? >અશ્વિન વિસાણી

{વાવડીની વિશ્વકર્મા સોસાયટીની હાલત બહુ ખરાબ છે. સ્થળે ઠેર-ઠેર ગંદકી અને કચરાના ગંજ ખડકાયેલા છે ત્યાં કોઇ સફાઇ કામગીરી કરવા આવતી નથી. માટે વિસ્તારમાં સફાઇ કામગીરી કરવી ખુબ જરૂરી છે. >કારુભાઇ બેલીમ

પમ્પિંગ સ્ટેશનનું કામ ટલ્લે, ચેમ્બર સહિતનું પાઇપલાઇન નેટવર્ક કંઇ કામનું નહીં

રૂડા પાસે કામ સમયસર પૂરું કરાવવામાં મનપા નિષ્ફળ

વાવડી ગ્રામપંચાયતના સમયમાં રૂડાએ ડ્રેનેજ લાઇન નાખવાનું કામ શરૂ કર્યું હતું. વિસ્તાર મનપામાં ભળ્યો હોવા છતાં હજુ પણ તેના હસ્તક કામનો વહીવટ ચાલી રહ્યો છે. વાવડીમાં રૂડાનું લશ્કર ક્યા લડે છે મનપાને ખબર પણ નથી. ડ્રેનેજની સુવિધા ચાલુ કરવાની મૂળ જવાબદારી હવે મનપાની બને છે, પરંતુ રૂડા પાસે ડ્રેનેજનું કામ ઝડપથી અને સમસયર પૂરું કરાવવામાં મનપા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો