તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કારખાનેદારને લૂ઼ંટી લેનાર મહિલા અને BBAના વિદ્યાર્થીની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારખાનેદારને લૂ઼ંટી લેનાર મહિલા અને BBAના વિદ્યાર્થીની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલનારીબ ગામે રહેતા અને રાજકોટમાં કારખાનું ધરાવતા સાગર જયંતીભાઇ લીલાને યુવતી સાથે એકાંત માણવાની લાલચ આપીને કોઠારિયા રોડ પર રણુજા મંદિર નજીક ઘરમાં લઇ ગયા બાદ આવી ચડેલા મહિલા સહિત ચાર શખ્સે કારખાનેદારને માર મારી નિર્વસ્ત્ર હાલતમાં ફોટા લીધા હતા. કારખાનેદારને બદનામ કરી દેવાની લાલચ અાપી બુલેટ, મોબાઇલ પડાવી લઇ એટીએમમાંથી પણ રૂ.45 હજાર કઢાવીને પડાવી લીધા હતા. પોલીસે કારખાનેદારની ફરિયાદ પરથી મહિલા અને બીબીએના છાત્રની ધરપકડ કરી મહિલા સહિત 3ને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.

કારખાનેદાર સાગર, મંજુલા નામની મહિલા મારફત ગીતા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. ગીતાએ તેને એકાંત પળો માણવા માટે 9 સપ્ટેમ્બરે સાંજે ઘરે બોલાવતા સાગર બુલેટ લઇને રણુજા મંદિર નજીક ગીતાના ઘરે ગયો હતો. તે ગીતા સાથે રૂમમાં બેઠો હતો ત્યારે આવી પહોંચેલા ભૂપી, બંટી, એક અજાણ્યો શખ્સ અને ગાયત્રી નામની યુવતીઅે સાગરને માર માર્યો હતો, તેમજ નિર્વસ્ત્ર કરી ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી રૂ.50 હજારની માગણી કરી હતી. કારખાનેદાર પાસેથી એટીએમમાંથી રૂ.45 હજાર કઢાવીને લઇ લીધા બાદ બુલેટ અને મોબાઇલ પડાવી લઇ નાસી ગયા હતા.

કારખાનેદારે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એ.પી. સોલંકી સહિતના સ્ટાફે ગીતા રવિભાઇ ગોસ્વામી (શ્યામપાર્ક) અને બી.બી.એ.નો અભ્યાસ કરતા રવિ દેવસીભાઇ ભેડા(મૂળ વડનગર,હાલ એમ.જી.હોસ્ટેલ)ને ઝડપી લીધા હતા. ગીતાની કબૂલાત મુજબ કારખાનેદારને ફસાવવાનું ષડયંત્ર ક્રિસ્ટલ મોલ પાછળ રહેતી ગાયત્રીએ ઘડ્યું હતું, ગીતાને રૂ.20 હજારની લાલચ આપીને સામેલ કરી હતી, જ્યારે ભૂપી ચુડાસમા ઉર્ફે ભૂપી ગોહેલના કહેવાથી રવિ પણ કાવતરામાં સામેલ થયો હતો. બુલેટ, મોબાઇલ અને પૈસા ગાયત્રી, ભૂપી અને ઇશાન જોષી પાસે હોવાની કબૂલાત આપતા બન્ને આરોપીને જેલહવાલે કરી અન્ય ત્રણની શોધખળ શરૂ કરવામાં આવી છે. ત્રિપુટી પકડાયા બાદ ટોળકીઅે અન્ય કેટલાને ખંખેર્યા છે તે બહાર આવશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.

સૂત્રધાર મહિલા સહિત અન્ય 3 શખ્સોની શોધખોળ

યુવતી 20 હજારની લાલચમાં કાવતરામાં સામેલ થઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો