તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • { રાજકોટ | સોનીબજાર, બોઘાણી શેરીમાં જે.પી.ટાવરના રાજા સાર્વજનિક ગણેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

{ રાજકોટ | સોનીબજાર, બોઘાણી શેરીમાં જે.પી.ટાવરના રાજા સાર્વજનિક ગણેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ રાજકોટ | સોનીબજાર, બોઘાણી શેરીમાં જે.પી.ટાવરના રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. સતત બીજા વર્ષે ધામધમૂથી ઉજવણી કરવામાં આવી રહી છે.

{રાજકોટ | ધર્મનગરશેરીનં.2માં ગોકુલ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે મહાપૂજા, આરતીનું આયોજન કરવામાં આવે છે. તેમજ બહેનો દ્વારા રાતે રાસ ગરબાની રમઝટ બોલાવાય છે. ઉપરાંત છેલ્લાં બે દિવસથી 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

{રાજકોટ | હંસરાજનગર કા સુંદર મહારાજ હંસરાજનગર ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવાર, સાંજે મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઇ ગણેશ વંદના કરે છે. સંચાલકોના માર્ગદર્શન હેઠળ ગણેશજીની આરાધના કરવામાં આવી રહી છે.

{રાજકોટ | ત્રિકોણબાગકા રાજા ગણપતિ મહોત્સવમાં મંગળવારે સાંજે 6 કલાકે મહેંદી સ્પર્ધા, રાતે 9.30 કલાકે સાહિલ બ્લોચ ગ્રૂપ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. રવિવારે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો. ગણેશજીની આરતીમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ, કમલેશભાઇ મીરાણી, ભાજપના અગ્રણી હાજર રહ્યા હતા.

{રાજકોટ | કોઠારિયાકોલોની, વિનાયક ગ્રૂપ દ્વારા ગણેશ મહોત્સવમાં દરરોજ સાંજે 7.30 કલાકે મહાઆરતી, પૂજન, અર્ચન કરાય છે. મંગળવારે જલજીલણી અગીયારસ નિમિત્તે કાનૂડાને જમુના પાન કરવામાં આવશે. ગણપતિ દાદા મોરીયા મંગલ મૂર્તિ મોરિયાના જયઘોષ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

{રાજકોટ | ગુજરાતીસાહિત્યના વાર્તાકાર કિશોર અંધારિયાની સાહિત્ય કૃતિઓનું ભાવવિશ્વ અંતર્ગત નટવર આહલપરાનો ગુજરાતી વાર્તાલાપ 13 સપ્ટેમ્બરના સવારે 9.05 કલાકે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થશે. લેખન, રજૂઆત આહલપરા કરશે.

{રાજકોટ | મિલપરા,નિશીથભાઇ ઉપાધ્યાયના નિવાસસ્થાને ગણેશ મહોત્સવની ઉજવણી થઇ રહી છે. ગણેશજી સન્મુખ અન્નકૂટ ધરાયો હતો. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ અન્નકૂટના દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો