તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પર્યાવરણ માટે નુકસાનકારક POPની ગણેશની મૂર્તિ બની રહી છે રાજકોટમાં

પર્યાવરણ માટે નુકસાનકારક POPની ગણેશની મૂર્તિ બની રહી છે રાજકોટમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશમહોત્સવને આડે હવે એકાદ માસનો સમય બાકી રહ્યો છે, ત્યારે શહેરમાં ચારે બાજુ પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની ઢગલાબંધ ગણેશજીની મૂર્તિઓ બનવા લાગી છે. જિલ્લા વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બેદરકારીના લીધે હાલ મૂર્તિકારો જથ્થાબંધ પીઓપીની મૂર્તિઓ બનાવી રહ્યા છે.

દર વર્ષે ગણેશ મહોત્સવ સમયે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનો ડેમ કે તળાવમાં વિર્સજન કરવા ઉપર મનાઇ ફરમાવવામાં આવે છે. કેમિક્લયુક્ત પદાર્થો, રંગોને કારણે આવી પીઓપીની મૂર્તિઓ તળાવ કે ડેમ જેવા સ્થળે કરાતા વિસર્જન બાદ પાણી જન્ય જીવોને નુકસાન કરે છે અને પર્યાવરણને પણ સીધી અસર કરતા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પીઓપીની મૂર્તિઓનું ડેમ કે તળાવમાં િવર્સજન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાય છે.

પરંતુ વર્ષે ગણેશ મહોત્સવને એક મહિના પહેલા શહેરના જામનગર રોડ, ગોંડલ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના જુદા જુદા સ્થળોએ મૂર્તિકારોએ મોટી સંખ્યામાં ગણેશ ભગવાનની પીઓપીની મૂર્તિઓ બનાવી લીધી છે.

મૂર્તિકારો જણાવે છે કે, તંત્ર દ્વારા તેઓને અગાઉથી જાણ કરવામાં આવી હોત તો મોટી સંખ્યામાં મૂર્તિઓનું નિર્માણ કરાયું હોત. શહેરના જુદા જુદા વિસ્તારોમાં 200થી વધુ નાના-મોટા મૂર્તિકારો ગણેશજીની પીઓપીની મૂર્તિઓ બનાવી રહ્યા છે. ગણેશ મહોત્સવ અગાઉ ઓર્ડર મુજબ 51 રૂપિયાથી લઇ 10થી 15 હજાર સુધીની ગણેશ મૂર્તિઓ બની રહી છે.

રાજકોટમાં અનેક જગ્યાએ ગણેશની પીઓપીની મૂર્તિ બને છે.

મૂર્તિ વિર્સજન વખતે જાગતું તંત્ર નિદ્રામાં

ગણેશમહોત્સવના ભાગરૂપે રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં 200થી વધુ મૂર્તિકારોએ પ્રતિબંધિત પીઓપીની ઢગલાબંધ મૂર્તિઓ બનાવી લીધી છે, પરંતુ તંત્રે પીઓપીની મૂર્તિઓ બનાવવાનો જો અગાઉથી પ્રતિબંધ ફરમાવે તો વિર્સજન વખતે તંત્ર અને ભાવિકો વચ્ચે ટકરાવ થતો અટકાવી શકાય તેમજ પર્યાવરણની પણ જાળવણી કરી શકાય.

જિલ્લા વહીવટી તંત્રની ઉદાસીનતાના કારણે શહેરના 200થી વધુ મૂર્તિકારોએ પીઓપીની મૂર્તિઓ બનાવી નાખી, વધુ રૂપિયા કમાવવાની લ્હાયમાં વેપારીઓ પ્રદૂષણ વધારે છે

અન્ય સમાચારો પણ છે...