• Gujarati News
  • National
  • લૂંટનો પ્લાન MBAની વિદ્યાર્થિનીએ ઘડ્યો હતો

લૂંટનો પ્લાન MBAની વિદ્યાર્થિનીએ ઘડ્યો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીવાડીમેઈન રોડ પર 10 લાખ રૂપિયાની લૂંટની ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસે ભેદ ઉકેલી નાખી બનાવ કેવી રીતે બન્યો અને પોલીસ આરોપી સુધી કેવી રીતે પહોંચી તે સંદર્ભે એસીપી હર્ષદ પટેલ અને પીઆઈ હિતેશ ગઢવીએ જણાવ્યું હતું કે, લૂંટનો પ્લાન એમબીએની વિદ્યાર્થિની ડિમ્પલે ઘડ્યો હતો. ચારેય આરોપીઅો ડિમ્પલ રાઠોડ, મોહિત રાયઠઠ્ઠા, રેણુકા રાઠોડ અને ચંદ્રેશ ઉર્ફે ચંદો ઉર્ફે ભુરો વિનુભાઈ વાણંદને કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.

લૂંટની રકમમાંથી હાલ ફરાર રોહિત ઉર્ફે કાળિયો જમનભાઈ લીંબડને એક લાખ રૂપિયા મળવાના હતા જો કે, રોહિત 8 લાખ રૂપિયા લઈને ભાગી છૂટ્યો છે. તેની શોધખોળ કરવામાં આવી રહી છે. દેણુ વધુ જતાં લૂંટ કરાયાની ડિમ્પલે કબૂલાત આપી હતી.

10 લાખની લૂંટનો ભેદ કેવી રીતે ઉકેલાયો તે અંગે પોલીસે વિગતો આપી હતી.

10 લાખની લૂંટ કેસમાં ચારેય આરોપી રિમાન્ડ પર

અન્ય સમાચારો પણ છે...