રિલિજિયન રિપોર્ટર | રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલિજિયન રિપોર્ટર | રાજકોટ

શહેરનાદરબારગઢમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરના ખોળે તેનો ભવ્ય ઇતિહાસ ધરબાયેલો છે. અામતો વડનગરમાં મુખ્ય મંદિર આવેલું છે, જે 1800 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. આવી રીતે રાજકોટમાં પણ નાગર જ્ઞાતિના ઇષ્ટદેવતાનું મંદિર આવેલું છે. ઇ.સ.1853માં રાજ્યના દરબાર મેરામણજી ચોથાએ કારભારી કરમચંદ ગાંધીની સલાહથી શિવમંદિર નાગર જ્ઞાતિને સોંપ્યું અને હવેલી વૈષ્ણવ સંપ્રદાયને સોંપી તે દિવસથી મંદિરનું નામ હાટકેશ્વર મહાદેવ રખાયું છે.

મંદિરના ભવ્ય ભૂતકાળમાં ડોકિયું કરીએ તો જૂનાગઢના નાયબ સુબેદાર માસુમખાન પાસેથી રાજકોટ રાજ્યના દરબાર રણમલજી 1 લાએ રાજકોટ પરત મેળવી અને માસુમખાને બંધાવેલા દરબારગઢમાં તેમનો વાસ શરૂ કર્યો. રાજ્ય કુટુંબની સગવડતા ખાતર તેમણે દરબારગઢમાં રાજ્ય માલિકીના એક શિવમંદિર અને એક વૈષ્ણવની હવેલી 17મી સદીના છેલ્લા દાયકામાં બનાવી હતી. જૂના દફતરના આધારે શરૂઅાતમાં એકહથ્થુ કાર્યભાર ચાલતો. ઇ.સ. 1887માં સંસ્થાએ ટૂંકુ બંધારણ ઘડી કાઢ્યું . જેમાં પ્રમુખ, મંત્રી તથા કારોબારી નિયત થઇ. ઇ.સ.1904માં મંત્રીની જગ્યા બે કરવામાં આવી અને ઇ.સ. 1905માં ઉપપ્રમુખની જગ્યા ઊભી કરવામાં આવી.

શ્રાવણ માસ દરમિયાન મંદિરે નાગર તેમજ અન્ય જ્ઞાતિના ભાવિકો પણ દર્શને ઊમટે છે. શ્રાવણના સોમવારે અને અમાસે અહીં રુદ્રાભિષેક કરાય છે. પૌરાણિક મંદિરમાં ભક્તજનોને ખૂબ શ્રધ્ધા છે. ભગવાન શિવજીને દૂધ, દહીં અને મધના અભિષેક બાદ પૂષ્પાર્પણ કરાય છે. ત્યારબાદ આરતી અને પ્રસાદ વિતરણ કરાય છે. વહેલી સવારથી શ્રધ્ધાળુઓ અહીં મહાદેવની પૂજા- અર્ચના કરવા ઊમટી પડે છે.

હાટકેશ્વર મહાદેવ મંદિરે દરેક ધાર્મિક પર્વો ખૂબજ ધામધૂમથી ઉજવાય છે. આખો શ્રાવણ માસ મહાદેવની આરાધના અને જુદા જુદા કાર્યક્રમો યોજાય છે. ઉપરાંત શિવરાત્રીના પાવનપર્વની પણ આસ્થા અને ધર્મોલ્લાસભેર ઉજવણી કરાય છે. દરબારગઢમાં આવેલું પૌરાણિક મંદિર વર્ષોથી અસંખ્ય ભક્તોની આસ્થાનું પ્રતીક છે અને શ્રધ્ધાળુંઓની દરેક મનોકામના હાટકેશ્વર પૂર્ણ કરતા હોવાનું ભક્તો જણાવે છે.

હાટકેશ્વર મહાદેવ સાથે જોડાયેલી છે અનોખી સ્મૃતિ

અન્ય સમાચારો પણ છે...