• Gujarati News
  • National
  • દારૂનું કટિંગ થાય તે પહેલા 12.24 લાખનો જથ્થો પકડાયો

દારૂનું કટિંગ થાય તે પહેલા 12.24 લાખનો જથ્થો પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટથી ગોંડલ માલ મોકલવાનો હતો

આરઆરસેલેગોંડલ પંથકમાં ત્રાટકી અને રાજકોટના એક બુટલેગરના રૂપિયા 12.25 લાખની કિંમતના દારૂ-બિયરના જથ્થાને ઝડપી લીધો હતો. તહેવારો પર વિદેશી દારૂની રેલમછેલ કરવા સજ્જ બનેલા બૂટલેગરો પર પોલીસ તંત્રે ધોંસ બોલાવી છે. ત્યારે ગોંડલ પંથકના સિંધાવદર-મોટા મહિકા રોડ પર વિદેશીદારૂનું કટિંગ થતું હોવાની રાજકોટ રેન્જની સ્કવોડને માહિતી મળી હતી. જેના આધારે સ્કવોડના પીએસઆઇ પટેલ, કુલદીપસિંહ, સંદીપસિંહ સહિતનો કાફલો રાત્રીના ત્રાટક્યો હતો. પોલીસ ત્રાટકતાં શરાબનું કટિંગ કરી રહેલા બૂટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી. અને અંધારાનો લાભ લઇ નાસી છુટવામાં સફળ રહ્યાં હતા. દરમિયાન પોલીસે તપાસ કરતાં ગુજરાત પાસિંગવાળો મિનિ ટ્રક મળી આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની 4080 બોટલ તેમજ 960 બિયરના ટીન મળી આવ્યાં હતા. પોલીસે 12.24 લાખનો દારૂ-બિયર તેમજ ટ્રક મળી કુલ રૂ.20.65 લાખનો મુદ્દામાલ કબજે કરી ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો જથ્થો રાજકોટના ખોડિયારપરામાં રહેતા બૂટલેગર શબીર કાસમ ચાનિયાએ હરિયાણાથી મગાવ્યો હોવાનું અને જથ્થો ગોંડલ પંથકના બૂટલેગરોને સપ્લાય કરવાનો હોવાનું બહાર આવ્યું છે.

ગોંડલ તાલુકાના સિંધાવદર પાસે આરઆરસેલની ટીમે દરોડો પાડ્યો

અન્ય સમાચારો પણ છે...