• Gujarati News
  • National
  • રાજકોટસહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂની ગંભીર બીમારીએ અજગરભરડો લીધો છે.

રાજકોટસહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂની ગંભીર બીમારીએ અજગરભરડો લીધો છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટસહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂની ગંભીર બીમારીએ અજગરભરડો લીધો છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ત્યારે મહામારી એવા સ્વાઇન ફ્લૂથી મુક્ત રહેવા માટે હોમિયોપેથીની સારવાર પણ રામબાણ હોવાનું હોમિયોપેથી ડોક્ટર એન.જે.મેઘાણીએ જણાવ્યું છે.

તબીબ મેઘાણીના જણાવ્યા મુજબ, મહામારીથી ગભરાવવાની જરૂર નથી. ખરેખર લોકોએ જાગૃતિ કેળવી જયાં ભીડ છે, ગરમી, બફારો, પસીનો થાય તેવા વાતાવરણમાં જવાનું ટાળવું જોઇએ. સામાન્ય રીતે મહામારીમાં શ્રમિકોને સામનો કરવો પડતો નથી. કારણ કે તેમના શ્રમ દ્વારા તેમના શરીરનું તાપમાન કુદરતી રીતે સામાન્ય જળવાઇ રહે છે. જેને કારણે તેમની રોગ પ્રતિકારક શક્તિ જળવાઇ રહે છે.

હોમિયોપેથી દવા દ્વારા શરીરને રોગ પ્રતિકારક શક્તિ મળે છે. જેથી શરીરમાં રહેલા નુકસાનકારક કે પીડાકારક અકુદરતી રસોને બહાર ફેંકી દે છે. હોમિયોપેથી દવા દ્વારા શરીરમાં પ્રવેશેલા ઝેરને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારી સહેલાઇથી બહાર ફેંકી શકાય છે.

કોઇપણ પ્રકારની શરીરની રૌગિક આપત્તિ દરમિયાન ગભરાવવાને બદલે તેનો સાચો ઉપાય શું છે. તે શોધી કાઢી નિયમિત પણે તેને અનુસરીએ તો સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ કે કોઇ પણ પ્રકારના સામાન્ય જનજીવનના મૂંઝવતા આરોગ્યલક્ષી પ્રશ્નોમાંથી કાયમી મુક્તિ મેળવી શકાય છે. આવા સમયમાં દર્દીની જાગૃતિ કોઇપણ પ્રકારના રોગો માટે મોટી મદદ છે.

સ્વાઇન ફ્લૂથી બચવા માટે હોમિયોપેથીની રામબાણ સારવાર સાથે ઘરમાં પૂરાઇ રહેવાને બદલે થોડી કુદરતી હવા મળે તે ખૂબ જરૂરી છે. પ્રસંગો કે મેળાવડા હોય ત્યાં લોકો સતત ફરતા રહે. ટોળે વળે, જેથી બફારો થાય તેવી વ્યવસ્થા થાય તો બિલકુલ ચિંતાજનક તકલીફ નથી. દર્દીઓને કોઇપણ રોગ મટાડવા માટે જેટલી દવાની મદદની જરૂર છે. તેટલી વિશેષ જાગૃતિ અને જીવનશૈલી વિશેની સમજણની પણ ખૂબ જરૂર છે. સ્વાઇન ફ્લૂની હોમિયોપેથી સારવાર આરોગ્યભારતી તેમજ દિવ્યજીવન સંઘ દ્વારા નિયમિત સ્વરૂપે નિ:શુલ્ક આપવામાં આવે છે.

હોમિયોપેથી સારવારથી સ્વાઇન ફ્લૂથી મુક્ત રહી શકાય છે

અન્ય સમાચારો પણ છે...