• Gujarati News
  • National
  • મનપાંચમના મેળે કોઇ જાત લઇને આવશે, કોઇ સપનું લઇને તો કોઇ રાત લઇને આવશે

મનપાંચમના મેળે કોઇ જાત લઇને આવશે, કોઇ સપનું લઇને તો કોઇ રાત લઇને આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટસહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોનો માહોલ છવાયો છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત રાજકોટના રેસકોર્સના મેદાનમાં દર વર્ષે યોજાતો ભાતીગળ લોકમેળો કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે સવારે 11 વાગ્યે ખુલ્લો મુકાશે. દર વર્ષે દિવસ માટે યોજાતો લોકમેળો વર્ષે પાંચ દિવસનો યોજાનાર છે અને તેમાં અંદાજે 13 થી 15 લાખ લોકો ઊમટી પડે તેવી ધારણા છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોની એક સપ્તાહની શાળા-કોલેજોમાં રજા પડી ગઇ છે અને સમગ્ર સૌરાષ્ટ્ર ફેસ્ટિવલ ફીવરનો માહોલ સર્જાયો છે ત્યારે રાજકોટમાં શનિવારે સાંજથી લોકોમાં તહેવાર માણવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રેસકોર્સના મેદાનમાં યોજાનાર લોકમેળામાં રમકડાં, ખાણીપીણી, આઇસક્રીમ અને યાંત્રિક રાઇડસના 321 સ્ટોલ ઉપરાંત 26 સ્ટોલ સંસ્થાઓના ઊભા કરવામાં આવ્યા છે. ઉપરાંત વર્ષે લોકમેળાના એરપોર્ટ તરફના ગેટ પાસે સેલ્ફી ઝોન ઊભો કરાયો છે જે લોકમેળાના મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે. લોકમેળામાં મહાલવા આવતા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે સેલ્ફી થ્રી-ડી ઇમેજથી લઇ શકશે. લોકમેળા પાંચેય દિવસ સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.

સ્વાઇનફ્લૂ અંગે જાગૃતિ માટે સ્ટોલ ઊભો કરાયો

લોકમેળામાંસ્વાઇન ફ્લૂ સામે જાગૃતિનો ખાસ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. ઉપરાંત બેન્કોના અને ચૂ઼ંટણી વિભાગના ચાર સ્ટોલ ઊભા કરાયા છે. જ્યારે ટોરા-ટોરા, મોતનો કૂવો, ફજત-ફાળકા સહિતની 44 જેટલી યાંત્રિક રાઇડ્સ લોકોના આકર્ષણનું ખાસ કેન્દ્ર બનશે.

મનપાનીઆરોગ્ય શાખા રાઉન્ડ ધી ક્લોક કામ કરશે

અત્યારેચોમાસાને કારણે રોગચાળો વકર્યો છે. જન્માષ્ટમી દરમિયાન મેળામાં તેમજ ખાણી-પીણીના અન્ય સ્થળે લોકોને વાસી અને નબળી ગુણવત્તાની ખાદ્ય વસ્તુઓ પધરાવી દેવામાં આવતી હોય છે. ત્યારે તેવા કારણોસર રોગચાળો વકરે નહીં તેના માટે મનપાની આરોગ્ય અને ફૂડ શાખા રાઉન્ડ ધી ક્લોક કામ કરશે. મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડના જણાવ્યા મુજબ અલગ-અલગ પાંચ ટીમ બનાવવામાં આવી છે. જે સતત ચેકિંગ કરશે. ખાણી-પીણીના ધંધાર્થીઓ માટે ડિસ્પોઝેબલ ડીસ, ગ્લાસ, ચમચી તથા પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...