• Gujarati News
  • National
  • એસટી બસો અને ટ્રેનોમાં યાત્રિકોનો ટ્રાફિક વધ્યો

એસટી બસો અને ટ્રેનોમાં યાત્રિકોનો ટ્રાફિક વધ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

જન્માષ્ટમીનીરજા સાથે એસટી અને ટ્રેનમાં યાત્રિકોનો ટ્રાફિક વધ્યો છે. રવિવારથી 5 દિવસનું વેકેશન શરૂ થશે અને લોકો પર્યટન સ્થળો પર જવા રવાના થશે. અત્યારે લાંબા અંતરની ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળે છે. રાજકોટથી જૂનાગઢ, જામનગર, અમદાવાદ જવા મુસાફરોનો ટ્રાફિક વધુ છે. રાજકોટથી ઉપડતી લોકલ અને એક્સપ્રેસ મોટાભાગની બસો હાઉસફુલ દોડી રહી હોવાનું એસટી રાજકોટના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું છે. રાજકોટથી ઉપડતી લોકલ ટ્રેનો ઉપરાંત આબુ-અંબાજી , ગોવા સહિતના લાંબા અંતરની ટ્રેનોમાં પણ મોટા વેઇટિંગ છે.

અન્ય સમાચારો પણ છે...