• Gujarati News
  • National
  • ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં 20 હજાર વિદ્યાર્થીને હાજર રાખવા આયોજન

ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં 20 હજાર વિદ્યાર્થીને હાજર રાખવા આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટીમાં આગામી 22મી ઓગસ્ટે મુખ્યમંત્રીના હસ્તે ટેબ્લેટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે કાર્યક્રમ જાજરમાન બની રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિના અધ્યક્ષસ્થાને મહત્ત્વની બેઠક યોજાઇ હતી. જેમાં 240 કોલેજોના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મળેલી બેઠકમાં સૌરાષ્ટ્રની વિવિધ કોલેજોના 20 હજારથી વધુ વિદ્યાર્થીઓને ઉપસ્થિત રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, શનિવારે બપોરે 1 થી 3.30 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 240 કોલેજોના આચાર્યો સાથે મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ કોલેજોને વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં હાજર રાખવા જણાવાયું છે અને કાર્યક્રમમાં અંદાજે 20000 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે તેવો અંદાજ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પાર્ટી પ્લોટ ખાતે ટેબ્લેટ વિતરણના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવા અત્યારથી ડોમ બાંધવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને 14મીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ટીમ અમદાવાદ કેસીજીમાં જશે અને ટેબ્લેટ લઇને પરત આવશે.

અન્ય સમાચારો પણ છે...