• Gujarati News
  • National
  • રાજકોટ | ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિરે મંગળવારે જન્માષ્ટમીના પાવન અવસરે

રાજકોટ | ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિરે મંગળવારે જન્માષ્ટમીના પાવન અવસરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિરે મંગળવારે જન્માષ્ટમીના પાવન અવસરે દર વર્ષ મુજબ જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવશે. જેમાં સાંજે 6.30 થી 8.30 દરમિયાન ક્રિષ્ના કીર્તન, સંધ્યા સત્સંગ, ક્રિષ્ના મેરી દ્રષ્ટિએ ઓશોના પ્રવચનનું ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, 4- વૈદવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે છેલ્લા 32 વર્ષથી જન્માષ્ટમી ઉત્સવ ઉજવાય છે. ઉત્સવમાં સહભાગી થવા માટે ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામી સત્ય પ્રકાશ તથા અશોકભાઇ રાવલે અનુરોધ કર્યો છે. ઓશો ધ્યાન મંદિર ખાતે દર રવિવારે ધ્યાન શિબિરો, સાહિત્ય પ્રદર્શન સન્યાસ ઉત્સવ, ભજન કીર્તન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ક્રિષ્ના સત્સંગ, સંધ્યા સત્સંગ

અન્ય સમાચારો પણ છે...