• Gujarati News
  • National
  • મા ખંભલાવ પરિવાર દ્વારા સમૂહમાં જનોઇ બદલવાનો કાર્યક્રમ યોજાશે

મા ખંભલાવ પરિવાર દ્વારા સમૂહમાં જનોઇ બદલવાનો કાર્યક્રમ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | માખંભલાવ પરિવાર દ્વારા બળેવ નિમિત્તે જનોઇ બદલાવવાનો કાર્યક્રમનું તા. 28મીને શુક્રવારે સવારે 7.30 થી 9 કલાકે લાભ ચોઘડિયામાં વિનોદભાઇ કોમ્યુનિટી હોલ, કોઠારિયા મેઇન રોડ, દેવપરા શાકમાર્કેટ પાસે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી આશિષભાઇ રાવલ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનોઇ બદલાવવાની વિધિ કરાવાશે. દરેક સગોત્રી ભાઇઓએ ઘરેથી ગણેશજીની મૂર્તિ, ત્રાંબાનો કળશ અથવા લોટો, પિતાંબર ખેસ, પંચપાત્ર, તરભાણુ, આચમની, સહિતની વસ્તુ લાવવાની રહેશે. પૂજાની સામગ્રી સ્થળ પર અપાશે.

અન્ય સમાચારો પણ છે...