• Gujarati News
  • National
  • રાજકોટ જિલ્લામાં 28,883 ખેલાડીઓની નોંધણી થઇ, ગત વર્ષે શહેરમાં 55 હજાર હતા, જ્યારે જિલ્લામાં 72 હજાર ખેલ

રાજકોટ જિલ્લામાં 28,883 ખેલાડીઓની નોંધણી થઇ, ગત વર્ષે શહેરમાં 55 હજાર હતા, જ્યારે જિલ્લામાં 72 હજાર ખેલાડીઓએ ભાગ લીધો હતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંરમતગમતને આગળ લાવવાના પ્રયાસ રૂપે સાત વર્ષ પહેલા ખેલ મહાકુંભ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરથી લઇ ગ્રામ્ય વિસ્તારના 9 વર્ષના બાળકોથી માંડી 60 વર્ષથી ઉંમર ધરાવતા લોકો જુદી-જુદી રમતોમાં ભાગ લઇ તેમની પ્રતિભાઓને બહાર લાવી રહ્યાં છે. ત્યારે અગાઉના ખેલ મહાકુંભમાં જે રીતે જુદી-જુદી રમતોના ખેલાડીઓએ ઉત્સાહ બતાવ્યો હતો. તેવો ઉત્સાહ આગામી ખેલ મહાકુંભમાં ઓસરી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. રમતોત્સવમાં ભાગ લેવા ખેલાડીઓએ ગત મહિનાથી રજિસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કરી દીધું છે. જે ઓગસ્ટ મહિનાની 10મી સુધી ચાલુ રહેશે. ખેલાડીઓની નોંધણીની પ્રક્રિયાને બંધ થવા આડે હવે માત્ર 15 દિવસ બાકી રહ્યાં છે. ત્યારે રાજકોટ શહેર (મહાનગરપાલિકા)માં અત્યાર સુધી 17,434 (વ્યક્તિગત/ટીમ)નું અને જિલ્લામાં 28,883 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયું છે. ગત વર્ષની તુલના કરીએ તો 2016માં રાજકોટ શહેરમાં 55,159 અને જિલ્લામાં 71,925 ખેલાડીઓની નોંધણી થઇ હતી.

આવી રીતે તબક્કાવાર રમાશે સ્પર્ધાઓ

આગામીઓગસ્ટ મહિનામાં શરૂ થનારા રમતોત્સવના પ્રારંભે 18મીથી શાળા અને ગ્રામ્ય કક્ષાએ, 24મીથી તાલુકા કક્ષાએ, સપ્ટેમ્બરની પહેલી તારીખથી જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ તેમજ ઓક્ટોબર મહિનાની 25મીથી રાજ્યકક્ષાએ સ્પર્ધા યોજાશે.

રમતોત્સવમાંઆટલી રમતો રમાશે

આગામીખેલ મહાકુંભમાં વ્યક્તિગત રમતોમાં એથ્લેટિક, ચેસ, યોગાસન, તિરંદાજી, બેડમિન્ટન, સ્વિમિંગ, જૂડો, ટેબલ ટેનિસ, સ્કેટિંગ, કુસ્તી, લોન ટેનિસ, ફેન્સિંગ, બોક્સિંગ, કરાટે, મલખમ્બ, આર્ટિસ્ટિક સ્કેટિંગ, ટેક્વેન્ડો, શૂટિંગ, જિમ્નાસ્ટિક, ગિલ્લી દંડા જ્યારે ટીમ ઇવેન્ટમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, રસ્સાખેંચ, શૂટિંગબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી અને હેન્ડબોલ

વ્યાયામશિક્ષકો સાથેનો વિવાદ હજુ શમ્યો નથી

ખેલમહાકુંભ રમતોત્સવમાં છેલ્લા ત્રણેક વર્ષથી વ્યાયામ શિક્ષકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. વ્યાયામ શિક્ષકોએ તેમની જૂની માગણીઓ નહીં સંતોષાતા વિવાદનું હજુ સુધી કોઇ નિરાકરણ નહીં આવતા આગામી રમતોત્સવમાં પણ અસર જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...