• Gujarati News
  • National
  • સિયાચીન ગ્લેશિયર પૈકી 20,187 ફૂટ સૌથી ઊંચી ચોટી પર કરશે પર્વતારોહણ

સિયાચીન ગ્લેશિયર પૈકી 20,187 ફૂટ સૌથી ઊંચી ચોટી પર કરશે પર્વતારોહણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુર્ગમપહાડીઓ પર બુલેટ યાત્રા કરી બુલેટ રાજાનું બિરુદ મેળવનાર રાજકોટના એડવોકેટ સંજયભાઇ ઠુમ્મર વધુ એક જોખમભર્યું પર્વતારોહણ કરવા જઇ રહ્યાં છે. બન્ને પગે ગંભીર ઇજાઓ હોવા છતાં કંઇક કરી બતાવવાની તેમજ વિશ્વના તમામ ઊંચા અને વિપરીત શિખરો સર કરવાની મહેચ્છા સાથે તેઓ આગામી 30મીના રોજ સિયાચીનના અંતિમ લોકોની વસ્તી ધરાવતા સ્ટોક ગામ અને ત્યાંથી પાંચ દિવસ પગપાળા ચાલીને કાંગરી બેઝ કેમ્પની દુર્ગમ પહાડીઓમાં પર્વતારોહણ કરશે. 20,187 ફૂટની સૌથી ઊંચી અને હાડ થિજાવી દે તેવા કાંગરીમાં પહોંચી મોડી રાત્રે ભારતીય તિરંગો ફરકાવી રાજકોટનું નામ રોશન કરશે.

એડવોકેટ સંજયભાઇએ અગાઉ બુલેટ પર ચારધામની ચાર વખત યાત્રા કરી છે. ઉપરાંત નેપાળ સ્થિત વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ અને કાલા પથ્થરનું માઉન્ટેન સ્ટિક તેમજ ઓક્સિજન વગર સવા સો કિલોમીટર સફળતાં પૂર્વક 18,148 ફૂટ ઊંચે પર્વતારોહણ સર કર્યું છે. ત્યારે દુનિયાના એકમાત્ર કોલ્ડ ડેઝર્ટ તરીકે ઓળખાતા સ્ટોક ગામ થઇ કાંગરી સુધીના વધુ એક જોખમકારક પર્વતારોહણ સર કરવા જઇ રહેલા એડવોકેટને ઠેર ઠેરથી શુભેચ્છાઓનો અવિરત વરસાદ વરસી રહ્યો છે.

અગાઉ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું તે સમયની તસવીર.

અન્ય સમાચારો પણ છે...