• Gujarati News
  • National
  • રાજકોટ |આજી ડેમ વિસ્તારના રહેવાસી જગદીશભાઇ ગોરીનો પુત્ર જન્મ સમયથી

રાજકોટ |આજી ડેમ વિસ્તારના રહેવાસી જગદીશભાઇ ગોરીનો પુત્ર જન્મ સમયથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |આજી ડેમ વિસ્તારના રહેવાસી જગદીશભાઇ ગોરીનો પુત્ર જન્મ સમયથી ડિઓડીનલ અટ્રેસા નામની આંતરડાની બીમારીથી પીડાતો હતો. બે દિવસની નાની ઉંમરે બાળક વારંવાર લીલી ઊલટીઓ અને પેટ ફૂલી જવાની તકલીફ પડતી હતી. આથી તેમને પરિવારજનો દ્વારા આરવ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં બાળકને જન્મજાત ખોડખાંપણની નિવારણ કરી ડો.તત્સ જોશીએ બાળકને નવજીવન આપ્યું હતું. બીમારી દસ હજારે એક બાળકમાં જોવા મળે છે. જેમાં જઠર પછી આંતરડાનો અમુક ભાગ બંધ હોય ખોરાક આગળ જઇ શકતો નથી કે બાળક પોતાની જીવાદોરી માટે અનિવાર્ય એવું માતાનું દૂધ પણ પચાવી શકતો નથી. આરવ હોસ્પિટલના તબીબની સફળ સર્જરી બદલ પરિવારજનોએ તેમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...