• Gujarati News
  • National
  • ખોરાક પેટ્રોલની બચત માટે શ્રેષ્ઠીઓ સાથે વિચારવિમર્શ

ખોરાક-પેટ્રોલની બચત માટે શ્રેષ્ઠીઓ સાથે વિચારવિમર્શ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમમાં ‘સેેવ ફ્યુઅલ..સે‌વ ફૂડ’ વિષય પર વિચારો રજૂ કર્યા હતા.અમલવારીની પહેલ કલેક્ટર ડો.વિક્રાંત પાંડે દ્વારા કરવામાં આવી છે અને તેના ભાગરૂપે ગુરુવારે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો સાથે મિટિંગ યોજી હતી.

પેટ્રોલ-ડીઝલની બચત અર્થે કાર-સ્કૂટર શેરિંગ પર મહત્તમ પ્રતિભાવ મળ્યા હતા. સૂચનોનો સૌપ્રથમ અમલવારીની કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ ખાતરી આપી સપ્તાહમાં એક દિવસ તમામ અધિકારીઓ કાર શેરિંગ દ્વારા ઓફિસે આવશે તેવી જાહેરાત કરી હતી અને ડીડીઓ જી.ટી.પંડ્યાએ પણ જિલ્લા પંચાયતમાં સૂચનની અમલવારી કરવાની ખાતરી આપી હતી. શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓએ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ પણ શેરિંગ કરે તેમજ વાલીઓ પણ આસપાસના બાળકોને કાર કે બાઇકમાં મૂકી આવે તેવું સૂચન કર્યું હતું.

અધિકારીઓ સપ્તાહમાં એક દિવસ કાર શેરિંગ કરશે

અન્ય સમાચારો પણ છે...