• Gujarati News
  • National
  • રાજકોટ : રાજકોટના કૃષ્ણનગર મેઇન રોડ પર સ્વામિનારાયણ ચોક ચોક

રાજકોટ : રાજકોટના કૃષ્ણનગર મેઇન રોડ પર સ્વામિનારાયણ ચોક ચોક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રાજકોટના કૃષ્ણનગર મેઇન રોડ પર સ્વામિનારાયણ ચોક ચોક સ્થિત મનપા સંચાલિત સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલમાં 16મીએ વિદ્યાર્થિનીઓ માટે ‘સ્માર્ટ ગર્લ્સ’ના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન અંજનાબેન મોરઝરિયાએ જણાવ્યા અનુસાર સ્માર્ટ ગર્લ્સનો વર્કશોપ છ મોડયુલમાં વહેંચાયેલો છે. પ્રથમ મોડ્યુલ છે સેલ્ફ અવેરનેસ. આ વર્કશોપમાં ઉપસ્થિત વિદ્યાર્થિનીઓ પોતાની માહિતી આપશે. વિદ્યાર્થિનીઓના માતા-પિતાને પણ આ વર્કશોપનો હિસ્સો બનાવી બે પેઢી વચ્ચેનું વૈચારિક અંતર દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. આ વર્કશોપનું આયોજન પૂનાના ભારતીય જૈન સંગઠનના સ્થાપક પ્રમુખ શાંતિલાલ મુથ્થા અને હાલના પ્રમુખ પ્રફુલ્લાજી પારેખ દ્વારા કરાયું છે અને 3 દિવસ સુધી સવારે 8 થી બપોરે 12.30 સુધી ચાલનારા વર્કશોપમાં ટ્રેઇનર તરીકે દર્શનાબેન કોઠારી અને શૈલીબેન શાહ માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...