• Gujarati News
  • National
  • રાજકોટ| મનહરલાલ નેણસીભાઇ મહેતા (ઉ.વ.88) તે હંસાબેનના પતિ તથા મયૂરભાઇ(એસબીઆઇ),

રાજકોટ| મનહરલાલ નેણસીભાઇ મહેતા (ઉ.વ.88) તે હંસાબેનના પતિ તથા મયૂરભાઇ(એસબીઆઇ),

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| મનહરલાલ નેણસીભાઇ મહેતા (ઉ.વ.88) તે હંસાબેનના પતિ તથા મયૂરભાઇ(એસબીઆઇ), રાજેનભાઇ, વિલાસબેન, ઇલાબેન, વિભાબેન, દર્શનાબેનના પિતા તથા અલ્કાબેન, કવિતાબેનના સસરાનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ને શનિવારના રોજ સવારે 10 કલાકે, મણિયાર દેરાસર, ચૌધરી હાઇસ્કૂલ સામે તથા પ્રાર્થનાસભા સવારે 11 કલાકે, ભગવાન ભુવન વાડી 6/11, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિય પ્રકાશભાઇ પ્રેમજીભાઇ આશરા (મૂળ પોરબંદર હાલ રાજકોટ)ના પત્ની નૈનાબેન (ઉ.વ.62)તે હાર્દિક, પૂર્વીબેનના માતાનું તા. 13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 14ના શીતળા માતાજી મંદિરે સાંજે 4 થી 6 રાજકોટમાં રાખેલ છે.

ત્રંબા હાલ રાજકોટ અમૃતલાલ રણછોડદાસ કેસરિયા (ઉ.વ.82)તે સ્વ.નંદલાલભાઇ, હંસરાજભાઇના મોટાભાઇ, રાજેશભાઇના પિતા, પ્રશાંત, ભાવેશના દાદા, મહેન્દ્રભાઇ જેન્તીભાઇ વસાણી, હસમુખલાલ રમણીકલાલ મીરાણીના સસરા, જામકંડોરણા સ્વ.પાનાચંદ રવજી ભાઇ ગોટેચા, વાસાવડ સ્વ.નાગજીભાઇ ઘુસાભાઇ ગણાત્રાના જમાઇનું તા. 12ના અવસાન થયું છે. ઉઠમણું-બેસણું તા. 14ને શનિવારના સાંજે 4 થી 5 શાન્તેશ્વર મહાદેવ મંદિર, ગોવિંદનગર મેઇન રોડ રાજકોટમાં રાખેલ છે.

હરમડીયા હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ સ્વ.કાતીલાલ નરભેરામભાઇ જાનીના પુત્ર નવનીતરાય (ઉ.વ.58)નું તા. 12ના અવસાન થયું છે. તે રસીકલાલ (ભાવનગર), યશવંતરાય (હરમડીયા)ના નાનાભાઇ, પ્રશાંત ભાઇ, નિરવભાઇના પિતા, સ્વ.નટવરલાલ મોહનલાલ પંડ્યા (બોટાદ)ના જમાઇ, હરેશભાઇ, મહેશભાઇના બનેવીનું બેસણું તા. 16ને સોમવારના રોજ સાંજે 4 થી 6 બી-204, ભવાની કોમ્પ્લેક્સ, 50 ફૂટ મેઇન રોડ, આજી ડેમ રાજકોટ ખાતે રાખેલ છે.

વાલમ બ્રાહ્મણ ભરતભાઇ જયશંકરભાઇ ઉપાધ્યાય (ઉ.વ.83) તે નયનાબેનના પતિ તથા સ્વ.સંજયભાઇ, સ્વ.સોનલબેનના પિતા તથા પંકજબેનના સસરા તથા આનંદભાઇના દાદા તથા હિમાંશુભાઇ, જૈમિનીભાઇ, નિખીલભાઇના કાકા તથા સ્વ. શાંતિલાલ શંકરભાઇ પંડ્યાના જમાઇનું તા.12ના અવસાન થયું છે. બન્નેપક્ષનું બેસણું તા.16ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, નિરંજની સોસાયટી, કોમ્યુનિટી હોલ, રૈયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જેતલસર| મૂળ ડેડરવા નિવાસી હાલ જેતપુર નિવાસી સ્વ. લાભુબેન રામજીભાઈ વઘાસિયા ઉવ. ૯૦ તે ગીરીશભાઈ તથા દીપકભાઈ ના માતુશ્રી તથા ધવલભાઈ, વિરલભાઈ, તથા ચિરાગભાઈ ના દાદી માં તા.૧૩ ને શુક્રવાર ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગત નું બેસણું તા.૧૬ ને સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાન "વિરલ" અક્ષરપાર્ક, ઉત્સવ હોટલ પાછળ, જૂનાગઢ રોડ જેતપુર ખાતે રાખેલ છે.

જામનગર |વાંઝા નયનાબેન ટાંક (ઉ.વ.53) તે પ્રવિણભાઇ મણીલાલ ટાંકના પત્નિ તે વિમલભાઇના ભાભી તે રિષીના માતાનું તા. 13ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 14ના સાંજે 5 થી 5.30 વાગ્યે તળાવની પાળ, પાબારી હોલ, જામનગરમાં રાખેલ છે.

મુળ વિભાપર, હાલ જામનગર રમણીકભાઇ સુંદરજીભાઇ વડગામા તે પ્રફુલભાઇ, અશોકભાઇ, ઇન્દુબેન ધનજીભાઇ અંબાસણાના પિતાનું તા. 13ના અવસાન થયું છે. સદ્દગતનંુ બેસણું તા. 14ના સાંજે 5 થી 5.30 વાગ્યે જડેશ્વર મહાદેવ મંદિર, માધવબાગ-1, સાંઢીયા પુલ પાસે, જામનગરમાં રાખેલ છે.

શાંતિલાલ (બાબાભાઇ) મગનલાલ પરમાર (ઉ.વ.77)તે મનોજ, પદ્માબેન ગીરધરભાઇ દાવડા (રાણાવાવ), બિંદુબેન નવનીતભાઇ સોલંકી (સડોદર), ભાવિકા હિરેનભાઇના પિતા અને સ્વ.જસવંતીબેનના પતિ, ચકુભાઇ જીવરાજભાઇ સોલંકીના જમાઇનું તા. 11ના અવસાન થયું છે.

બિલખા |મહેતા શશીકાંત (બટુકભાઇ)(ઉ.વ.69)તે સ્વ.ગોકળદાસભાઇના પુત્ર, તે સ્વ.અરવિંદભાઇ, સ્વ.રસીકભાઇ, હરકિશનભાઇના ભાઇનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ને સાંજના 4 થી 5, લોહાણા મહાજન વાડી, બિલખા ખાતે રાખ્યું છે.

માળિયા-હાટીના |કક્કડ ધનજીભાઇ વલ્લભદાસ(ઉ.વ.80)(કેવદ્રાવાળા)તે પોપટભાઇ, મગનભાઇના ભાઇ, દિનેશભાઇ, નિતાબેન ખાખરીયા(જેતપુર), નિર્મળાબેન રાડીયા(જૂનાગઢ), દક્ષાબેન રૂપારેલીયા(વેરાવળ), કિરણબેન બોરીયાના પિતાનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ને શનિવારના રોજ સાંજના 4 થી 5, કંકેશ્વર મહાદેવ મંદિર, કણકિયા પ્લોટ ખાતે રાખ્યું છે.

માંગરોળ |ગિરીનારાયણ બ્રાહ્મણ ઠાકર ચિંતનભાઇ(ઉ.વ.32)(મુળ કંકાસા, હાલ માંગરોળ)તે સ્વ.હરીભાઇના પુત્ર, આરતીબેન ભટ્ટ(માંડવી કચ્છ)ના ભાઇનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.14ને શનિવારના રોજ સાંજના 4 થી 5, સાંઇનાથ ધામ, માંગરોળ ખાતે રાખેલ છે.

અમરેલી |સોની મુંજપરા દલીચંદભાઇ(ઉ.વ.76)તે પ્રાણલાલભાઇના પુત્ર, કમલેશ ભાઇ, હિતેશભાઇના પિતાનું તા.13ના અવસાન થયું છે. તેમની અંતિમ યાત્રા ટાવર સામે, કંસારા શેરીથી સવારે 11:30 કલાકે નિકળશે તેમજ બેસણું તા.16ને સોમવારના રોજ સાંજના 4 થી 6, સોની જ્ઞાતિની વાડી, ઇન્કમટેક્સ ઓફિસ સામે, અમરેલી ખાતે રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...