• Gujarati News
  • National
  • શ્રીજી ગૌશાળા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે કાર્યક્રમો

શ્રીજી ગૌશાળા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે કાર્યક્રમો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાતમ-આઠમઉપર રાજકોટમાં અનેક સ્થળે વિવિધ કાર્યક્રમો યોજાશે ત્યારે જામનગર રોડ પર આવેલ શ્રીજી ગૌશાળામાં પણ પ્રસંગને અનુરૂપ અનેકવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. શ્રીજી ગૌશાળા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે 14થી 17 ઓગસ્ટ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો યોજાશે. જામનગર હાઇવે પર આવેલી ગૌશાળા ખાતે સોમવારે ‘કરાઅોકે’ કાર્યક્રમ રખાયો છે. જૂના-યાદગાર ગીતોની સુરાવલી ગૂંજશે. મંગળવારે જન્માષ્ટમીએ રાસની રમઝટ, કૃષ્ણલીલાની ઝાંખી, મટકી ફોડ, નંદોત્સવ યોજાશે. તહેવારોને સંગીતમય બનાવવા બુધવારે કરાઓકે સંગીત પર યાદગાર ગીતોનો કાર્યક્રમ અને ગુરુવારે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમનું આયોજન કરાયું છે. ચાર દિવસીય રંગારગ કાર્યક્રમોમાં પધારવા શહરીજનોને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...