તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નીટમાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ જીવ દઈ દીધો

નીટમાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ જીવ દઈ દીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મવડીગામમાં રહેતા શ્રમિક પરિવારની એકની એક પુત્રીએ પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, મવડી ગામમાં ગેલ માતાજીના મંદિર પાસે રહેતી તૃપ્તી જગદીશભાઇ જાદવ (ઉ.વ.18) શનિવારે રાતે ફાંસો ખાઇ લીધો હતો. મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યા મુજબ, તૃપ્તીએ 12 સાયન્સનો અભ્યાસ પૂરો કર્યા પછી તાજેતરમાં લેવાયેલી નીટની પરીક્ષા આપી હતી. પેપર નબળું જતા તે ચિંતામાં હતી અને પેપર નબળું ગયું હોવા અંગે શિક્ષક પાસે પણ ચિંતા વ્યક્ત કરી હતી. થોડા દિવસ સુરત મામાને ત્યાં રોકાઇને શનિવારે પરત આવ્યા પછી આવું પગલું ભરી લીધું હતું. એકની એક આશાસ્પદ પુત્રીએ આવું પગલું ભરી લેતા પરિવારજનો ભાંગી પડ્યા હતા. પીએસઆઇ એસ.આર.સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

બીજી બાજુ પરિક્ષામાં નાપાસ થવાના ડરથી વધુ એક વિદ્યાર્થીનીએ જીવતર ટૂંકાવી દીધાનો બનાવ સમાજ માટે લાલબતીરૂપ છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓને પુરતુ પ્રોત્સાહન અને સાંત્વના મળે તેવા પ્રયાસ જરૂરી બન્યા છે.

પુત્રીના અંતિમ પગલાંથી મવડી ગામનો શ્રમિક પરિવાર આંસુના દરિયામાં ગરક

અન્ય સમાચારો પણ છે...