તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફ્લેટમાં ઘૂસીને મહિલાની છેડતી કરી, પતિને છરી ઝીંકી

ફ્લેટમાં ઘૂસીને મહિલાની છેડતી કરી, પતિને છરી ઝીંકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવડીવિસ્તારમાં તુલસી એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાની ઘરમાં ઘૂસીને છેડતી કરનાર ફ્લેટ ધારકે ઠપકો દેવા આવેલા મહિલાના પતિને છરીના આડેધડ ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ખૂનના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરની ધરપકડ કરી હતી.

બનાવ અંગે ફોરમબેન પંકજભાઇ પુરોહિતે અેપાર્ટમેન્ટમાં રહેતા દીપક કુંભાર સામે નોંધાવેલી ફરિયાદમાં એવો આરોપ મૂક્યો હતો કે, 4 દિવસ પહેલા પોતે ઘરે એકલી હતી ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા દીપક કુંભારે ઘરમાં ઘૂસીને છેડતી કરી હતી. અંગે પતિને વાત કરતા પતિએ દીપકને બોલાવ્યો હતો, પરંતુ તે આવતો હતો. પતિ પંકજભાઇ પ્રભાશંકરભાઇ પુરોહિત રવિવારે રાતે તેને ઠપકો દેવા તેના ઘરે ગયા ત્યારે દીપકે મોઢા પર, વાંસામાં અને હાથમાં છરીના ઘા મારી દીધા હતા, ગંભીર રીતે ઘવાયેલા પંકજભાઇને સારવાર હેઠળ રખાયા છે. તાલુકાના પીએસઆઇ રાઠવા, મદદનીશ હરદેવસિંહે આઇપીસી 326 મુજબ ગુનો નોંધ્યો હતો. તબીબે ઇજાના આપેલા સર્ટિફિકેટના આધારે ખૂનના પ્રયાસની કલમનો ઉમેરો કરી દીપકની ધરપકડ કરવામાં આવી છે.

વાવડીના તુલસી એપાર્ટમેન્ટનો બનાવ

અન્ય સમાચારો પણ છે...