તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હોનારતમાં બચાવ કાર્યની તાલીમ NDRF આપશે

હોનારતમાં બચાવ કાર્યની તાલીમ NDRF આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજ્યમાંચોમાસાનું આગમન થઇ ગયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચોમાસામાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા અને અન્ય આપત્તિઓમાં બચાવની કામગીરી કેવી રીતે કરવી તેની તાલીમ આપવા રાજકોટ અને સુરતમાં એનડીઆરએફની ટીમ ઉતારવામાં આવી છે.

રાજકોટ કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર વિભાગના નાયબ મામલતદાર કેતનભાઇ સખિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ચોમાસા દરમિયાન કુદરતી હોનારત જેવી કે વાવાઝોડું, પૂર કે ભારે વરસાદ થાય તો શું કરવું, પટ્ટો કેવી રીતે બાંધવો, લોકોને સલામત સ્થળે કેવી રીતે ખસેડવા, જાનમાલનું રક્ષણ કેવી રીતે કરવું, તંત્રને જાણ કેમ કરવી સહિતની તાલીમ આપવા માટે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સના 35 જવાનોની ટીમ રાજકોટ આવી છે. ટીમ 30મી જૂન સુધી રાજકોટમાં રહેશે અને દરેક તાલુકામાં ડિઝાસ્ટરની કામગીરીની સરકારી કર્મચારીઓ અને બિન સરકારી કર્મચારીઓને તાલીમ આપશે. દરરોજના ત્રણથી ચાર કલાકનું તાલીમનું સેશન રાખવામાં આવશે. ટીમને રાજકોટમાં રેનબસેરામાં ઉતારો અપાયો છે.

એનડીઆરએફની ટીમ પાસે વોકીટોકી, વાયરલેસ સેટ, લોખંડ કટ્ટર, સ્ટ્રેચર સહિતના સાધનો છે અને તેઓ રાજકોટમાં તાલીમનું સેશન પૂરું થયા બાદ એક નાની બટાલીયન રાજકોટ આસપાસના નાના જિલ્લામાં તાલીમ આપવા જશે.

નોંધનીય છે કે સરકાર દ્વારા કુદરતી હોનારત વેળાએ માનવ જીંદગીને બચાવવા માટે ખાસ ફાળવેલા સાધનો જવાબદાર અધિકારીઓની લાપરવાહીના કારણે કન્ડમ બની ગયા છે. ચોમાસા દરમિયાન જો કોઇ મોટી હોનારત સર્જાય તો તંત્ર પાસે રહેલા મોટાભાગની મશીનરી શોભાના ગાઠિયા સમાન સાબીત થશે.

બીજીબાજુ તંત્ર દ્વારા સરકાર કર્મચારીઓને ડિઝાસ્ટરની તાલીમ આપવા ખાસ એનડીઆરએફની ટીમને બોલાવાઇ છે. ત્યારે તાલીમ બાદ કાચા સાધનોના કારણે જવાબદાર કર્મચારીઓ કુદરતી હોનારત વેળાએ બચાવકાર્યમાં કેટલા સફળ થશે તે એક મોટો પ્રશ્ન છે.

મિકેનિકલ સ્ટાફના અભાવે મશીનો બંધ છે

^મોરબીરોડ પર ફાયર બ્રિડેગ માટે જે ફાયર ફાઇટરો મંગાવવામાં આવ્યા છે. તે માન કંપનીના છે. તેના ડિલર રાજકોટમાં નથી. પરિણામે અમુક ટેકનીકલ ક્ષતિ રીપેર કરવા માટે કંપનીના મીકેનીકલ સ્ટાફ બોલાવવા પડે છે. જે રાજકોટમાં નથી. > ભીખાભાઇઠેબા, ડેપ્યુટીસીફ ફાયર ઓફિસર, મનપા

ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાધનો ધૂળ ખાય છે, તંત્ર તાલીમની વાત કરે છે

અન્ય સમાચારો પણ છે...