તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લાખોનો ખર્ચ પાણીમાં |મોરબી રોડ પર ફાયરબ્રિગેડ સ્ટેશન છે ખરું, પણ માત્ર નામનું

લાખોનો ખર્ચ પાણીમાં |મોરબી રોડ પર ફાયરબ્રિગેડ સ્ટેશન છે ખરું, પણ માત્ર નામનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ અનેક કિંમતી સાધનો ખોટકાયેલી હાલતમાં છે

{ અપૂરતો સ્ટાફ અને આંતર માળખાકીય સુવિધાનો અભાવ

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જાય તો પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યારે પાણી ઉલેચવા અને અન્ય બચાવ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા સાધનો ભંગાર હાલતમાં છે. વાવાઝોડામાં વૃક્ષ કે હોડીંગ ધરાશાયી થાય ત્યારે ઉપયોગમાં લેવાતું હાઇડ્રલિક કટર શોભાના ગાંઠિયા જેવું થઇ ગયું છે.

હાઇડ્રોલિક ફાયર ફાઇટરો પણ મોરબી રોડ સ્ટેશનમાં વસાવવામાં આવ્યા છે. જે તે વખતે મંગાવવામાં આવ્યા બંધ હાલતમાં પડ્યા છે. નિયમિત મેન્ટનેન્સના અભાવે દુર્ઘટનાની કટોકટીના સમયે દશેરાએ ઘોડું દોડે તેવી ફાયર ફાઇટરની હાલત થઇ ગઇ છે.

રાજકોટના પૂર્વ વિસ્તારમા કુદરતી કે અન્ય આફત આવે ત્યારે તેને પહોંચી વળવા માટે મોરબી રોડ ફાટક પાસે અદ્યતન ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ફાયર સ્ટેશન બન્યા પછી ‘નધણીયાત’ છોડી દેવાયું હોય તેવી હાલત વચ્ચે ફાયર સ્ટેશનોના સાધનોની હાલત ભંગાર બની ગઇ છે. કરોડો રૂપિયાનો ખર્ચ એળે જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ફાયર સ્ટેશનમાં આધુનિક ટેકનોલોજીના સાધનો તો મુકવામાં આવ્યા છે. પરંતુ તેને ચલાવી શકાય એવો સ્ટાફ હજુ સુધી મુકાયો નથી. જે સાધનો છે તેમાંથી મોટાભાગના સાધનો ટેક્નિકલ ક્ષતિગ્રસ્ત છે.

બચાવ કાર્ય માટે લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી ફાયર બોટ સહિતના સાધનો વગર ઉપયોગે ભંગાર જેવી હાલતમાં થઇ ગયા સુધી તેની સારસંભાળ આવી અમુક આધુનિક સાધનો શરૂ કરવામાં માટે નિષ્ણાત અને જાણકાર સ્ટાફની અછત છે. રાજકોટમાં ભારે વરસાદ આવે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તેજ રીતે નજીકના બીજા કોઇ વિસ્તારમાં જળ હોનારત થાય ત્યારે રબર બોટ સહિતના સાધનો સાથે જવાનોને બચાવ કામગીરી બજાવવાની હોય છે પણ ફાયર સ્ટેશનની બોટ તથા અન્ય સાધનો ક્ષતિગ્રસ્ત હોવાથી ઉપયોગમાં લઇ શકાય તેમ નથી. } તસવીર: રવિ ગોંડલીયા

લાખોના ખર્ચે વસાવેલા સાધનો બંધ હાલતમાં છે, મોટી દુર્ઘટના સમયે ફાયર સ્ટેશન દ્વારા બચાવ કામગીરી અશક્ય

મહેનત નકામી

મુખ્યગેટ બંધ હોવાથી બીજો દરવાજો બનાવવામાં આવ્યો છે. દુર્ઘટનાની કટોકટીના સમયે બચાવ કાર્ય માટે ફાયર ફાઇટર કાઢવા માટે અહીંયા પણ બ્રિજ સામે આવતો હોવાથી વળાંક લેવામાં પણ મુશ્કેલી સર્જાય છે.

સાંકડા રસ્તાની સમસ્યા

ઓવરબ્રિજના કારણે ફાયર સ્ટેશનનો મુખ્ય દરવાજા સામે ઓવરબ્રિજ હોવાથી ફાયરફાઇટર નીકળી શકતા ગેટ બંધ કરવામાં આવ્યો છે અને તેને બદલે બીજો ગેટ બનાવવો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...