તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મનપાએ રોડ રિપેર કરવા માગ્યા હતા 32, સરકારે આપ્યા 25 કરોડ!

મનપાએ રોડ રિપેર કરવા માગ્યા હતા 32, સરકારે આપ્યા 25 કરોડ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

શહેરનારસ્તાની હાલત હાડપિંજરથી પણ બદતર બની ગઇ છે. રોડને રૂ.32 કરોડનું અને ભૂગર્ભ નેટવર્કને રૂ.17 કરોડનું નુકસાન થયું હોવાનો સત્તાવાર રિપોર્ટ સાથે મ્યુનિ. કમિશનર અને મેયર સહિતના પદાધિકારીઓ ગત સપ્તાહે ગાંધીનગર રૂબરૂ ગયા હતા અને રૂ.50 કરોડની સહાય માગી હતી. પૈકી 32 કરોડ રોડ રિપેર કરવાની જરૂરિયાત સામે સરકારે 25 કરોડ મંજૂર કર્યા છે. હજુ ભૂગર્ભગટર રિપેરિંગ કરવામાં સહાય કેટલી ચૂકવાશે જોવાનું રહ્યું.

રાજકોટમાં પડેલા ભારે વરસાદમાં શહેરના સંખ્યાબંધ રાજમાર્ગો ધોવાઇ ગયા છે. અમુક રસ્તા તો હજુ બે વર્ષ પહેલા બન્યા હોય તેમાં પણ ફૂટ ફૂટના ગાબડાં પડી ગયા છે. રોડ ઉપરાંત ભૂગર્ભગટર નેટવર્કને પણ ભારે નુકસાની થઇ છે. વરસાદના લીધે રોડ અને ભૂગર્ભગટરની નુકસાનીનો અંદાજ કાઢવા માટે મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ વોર્ડવાઇઝ સરવે કરાવ્યો હતો. જેમાં રસ્તાને રૂ.32.26 કરોડ અને ભૂગર્ભગટરને રૂ.17.74 કરોડનું નુકસાન થયું હોવાનો રિપોર્ટ તૈયાર થયો છે. આટલો ખર્ચ મહાપાલિકા ખમી શકે તેમ હોય રાજ્ય સરકાર પાસેથી મદદ માગવા મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાની, મેયર, ડો.જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ સહિતના ગત ગુરુવારે ગાંધીનગર ગયા હતા. 50 કરોડની સહાયની માગણી સામે રાજ્ય સરકારે રૂ.25 કરોડ મંજૂર કર્યા છે. અને પણ રોડ રિપેર કરવા રૂ.32 કરોડની માગણી સામે 25 કરોડમાં કામ રોળવવું પડશે. ભૂગર્ભગટર રિપેર કરવા સરકાર શું સહાય આપે છે જોવાનું રહ્યું.

ડ્રેનેજ સહિતની નુકસાનીનો સત્તાવાર આંક તો રૂ.50 કરોડનો છે

અન્ય સમાચારો પણ છે...