તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દિયરે પાઈપ ફટકારી ભાભીનું માથું ફોડી નાખ્યું

દિયરે પાઈપ ફટકારી ભાભીનું માથું ફોડી નાખ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૈયાધારમાંરહેતા વસંતબેન બાબુભાઈ વાજેલિયા નામની પરિણીતાને તેના દિયર રાવતે પાઈપથી ફટકારી હતી. જેને કારણે વસંતબેનને માથામાં ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પોલીસ સમક્ષ વસંતબેને એવો આક્ષેપ કર્યો હતો કે, તેનો દિયર દારૂ પીને ગાળો ભાંડી રહ્યો હતો. તેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને પાઈપથી હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોર રાવત વિરુધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. જ્યારે નશાખોરના કૃત્યથી વિસ્તારમાં રોષ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...