તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રૌઢને ફ્લેટ ખાલી કરવા 3 શખ્સની ધમકી

પ્રૌઢને ફ્લેટ ખાલી કરવા 3 શખ્સની ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારકીજમીન, મકાન, ફ્લેટ પડાવી લેવા ધાક, ધમકી આપતા તત્ત્વો ફરી સક્રિય બન્યા છે. રૈયારોડ 5 વૈશાલીનગરમાં શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદીપભાઇ મનસુખભાઇ પટેલ (ઉ.વ.59)એ વિસ્તારમાં રહેતા સામત ભનુભાઇ જોગરાણા, અને તેના બે ભત્રીજા જય જોગરાણા તેમજ ગોપાલ જોગરાણા સામે ફ્લેટ ખાલી કરીને જતા રહેવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. પ્રવીણભાઇએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઉપરોક્ત ફ્લેટ તેમણે રમેશભાઇ છગનભાઇ ચાવડા પાસેથી ખરીદ કર્યો હતો. કોર્પોરેશનના ચોપડે પણ માલિક તરીકે તેમનું નામ છે. રવિવારે કાલાવડથી તેના ભાઇ, ભાભી અહીં ફ્લેટે આવ્યા હતા ત્યારે ઉપરોક્ત ત્રણેય કાકા,ભત્રીજા ઘરે આવ્યા હતા અને ફ્લેટ અમારા નામે છે, કોર્ટમાં દાવો દાખલ કર્યો હોવાથી ફ્લેટ ખાલી કરીને જતા રહેજો, ફ્લેટ ખાલી નહીં કરો તો અહીં રહેવા નહીં દઇએ તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...