• Gujarati News
  • National
  • શ્રમજીવી સંઘમાં ઉગ્ર તપસ્વી બિનલબેન બાવીશીનું માસ ખમણ સંપન્ન, તપની સાંજી

શ્રમજીવી સંઘમાં ઉગ્ર તપસ્વી બિનલબેન બાવીશીનું માસ ખમણ સંપન્ન, તપની સાંજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શ્રીસંઘમાંપુષ્પાબાઇ મ.સ.ના મંગલકારી સાનિધ્યે અનેક ધર્માનુષ્ઠાન ચાલી રહ્યા છે. તપસ્વી રત્ના બિનલબેન હિતેશકુમાર બાવીશીના માસખમણ તપ મહોત્સવ ઉપલક્ષ્યે તપસ્વીનું સન્માન કરી શ્રીસંઘના ટ્રસ્ટીગણ, રાજેમતી મહિલા મંડળ, પુત્રવધૂ મહિલા મંડળ, માતુશ્રી ગુલાબબેન દફતરી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે તપસ્વીને પ્રશસ્તિપત્ર એનાયત કરાયું હતું. કાર્યક્રમ અંતર્ગત પ્રવીણાબાઇ મ.સ.નું વ્યાખ્યાન યોજાયું હતું. તેમણે તપની મહત્તા વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. વ્યાખ્યાન બાદ બાવીશી પરિવાર તથા દોશી પરિવાર તરફથી તપની સાંજી રાખવામાં આવી હતી. જેમાં બહેનોએ તપસ્યાના ગીતોની રમઝટ બોલાવી હતી. ઉપરાંત શ્રીસંઘમાં જીવદયાપ્રેમી જનકભાઇ દફતરી, ગુણવંતરાય ટિંબડિયા તથા સમરતબાઇ મ.સ.ની પુણ્યતિથિના ઉપલક્ષ્યે સ્વસ્તિક તપ તથા વિવિધ ધર્માનુષ્ઠાન યોજાયા હતા. શનિવારે તપસ્વીના સન્માન પ્રસંગે રજનીભાઇ બાવીશી, વયંતીભાઇ ભરવાડા સહિત સમગ્ર ટ્રસ્ટીગણે હાજરી આપી હતી અને તપસ્વી બિનલબેનને અભિનંદન પાઠવી અનુમોદના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...