રિલિજિયન રિપોર્ટર | રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલિજિયન રિપોર્ટર | રાજકોટ

શ્રાવણપૂર્ણિમાં એટલે કે રક્ષાબંધન 7 ઓગસ્ટે છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પણ આજ દિવસે છે. કારણોસર બહેનોને રાખડી બાંધવા માટે માત્ર 2.47 કલાકનો સમય મળશે. લગભગ ત્રણ કલાકનો સમય પણ સંયોગથી મળી રહ્યો છે, કારણ કે, ચંદ્રગ્રહણનું સૂતક નવ કલાક પહેલા લાગી જાય છે અને સાથે ભદ્રાનો યોગ પણ રહે છે.

શાસ્ત્રીજી ઘનશ્યામભાઇ ઠક્કર જણાવે છે કે, અા વર્ષે રક્ષાબંધન સાથે ચંદ્રગ્રહણનો પણ યોગ છે. લગભગ 12 વર્ષ બાદ ફરી આવો યોગ થયો છે. પહેલા 2002માં રક્ષાબંધન સાથે ચંદ્રગ્રહણનો યોગ સર્જાયો હતો. ભાઇ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન અવસરે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હોવાના લીધે રાખી પર્વ નિભાવવાનો સમય પણ ખૂબ ઓછો રહેશે.

જયોતિષાચાર્યો જણાવે છે કે, ભદ્રા અને ગ્રહણ સૂતકના વચ્ચેનો સમય શુભ માનવામાં આવે છે. 7 ઓગસ્ટે સૂર્યોદય પહેલા ભદ્રા યોગ લાગી જશે. જે સવારે 11.05 સુધી રહેશે. ત્યારબાદ રાત્રિના સમયે થનારૂ ગ્રહણનૂં સૂતક બપોરે 1.52 વાગ્યે શરૂ થવાથી રાખડી બાંધવા માટે વચ્ચેનો 2.47 કલાકનો સમય મળશે. રક્ષાબંધને ગ્રહણ રાત્રે 10.52થી શરૂ થઇ 12.48 વાગ્યા સુધી રહેશે. જો કે ગ્રહણનો સૂતક કાળ બપોરે 1.52થી શરૂ થઇ 11.29 કલાક સુધી રહેશે.

ચંદ્રગ્રહણ ભારત સહિત દક્ષિણી અને પૂર્વી એશિયાના મોટાભાગના દેશોમાં સંપૂર્ણ યુરોપ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ દેખાશે. ભદ્રા અને સૂતક દરમિયાન કોઇ પણ શુભકાર્ય કરાતા નથી. મતલબ કે ભદ્રા સમાપ્ત થયા અને સૂતક શરૂ થવાના વચ્ચેનો થોડાક કલાકનો સમય રાખડી બાંધવા માટે શુભ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણને ચુડામણિ ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે.

12 વર્ષે આવ્યો રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ યોગ

અન્ય સમાચારો પણ છે...