• Gujarati News
  • National
  • વરસાદ તો રહી ગયો પણ BSNLના ટેલિફોન હજુ બંધ

વરસાદ તો રહી ગયો પણ BSNLના ટેલિફોન હજુ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદનાલીધે બીએસએનઅેલના લેન્ડલાઇનના વાયરો તૂટી જતાં હજારો ટેલિફોન બંધ થઇ ગયા હતા. 15 જુલાઇથી શરૂ થયેલા વરસાદના લીધે વાયરો તૂટતાંની કર્મચારીઓ દ્વારા દોડધામ શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે પંચનાથ, જાગનાથ, જૂની દાણાપીઠ, કાલાવડ રોડ વિસ્તારના ટેલિફોન બંધ હોવાનું બીએસએનએલના ડેપ્યુટી જનરલ મેનેજર ભૂપેન વીરડિયાએ જણાવ્યું હતું.

રાજકોટમાં છેલ્લા બે અઠવાડિયાથી વરસાદી વાતાવરણના લીધે ટેલિફોનિક વ્યવહારને ભારે નુકસાની ભોગવવી પડી હતી. જેમાં બીએસએનએલના લેન્ડલાઇન ફોનનો વપરાશ કરતા લોકોના ફોન વ્યવહાર પણ ઠપ થઇ ગયો હતો. જેમાં રાજકોટના રૈયા રોડ, કાલાવડ રોડ, પેડક રોડ, આજી વસાહત,આજી જીઆઇડીસી, દાણાપીઠ, કાપડ માર્કેટ, પરાબજારના વિસ્તારમાંથી 2000થી 2500 જેટલી ફરિયાદો નોંધાઇ હતી. બીએસએનએલ ઓફિસ દ્વારા લેન્ડલાઇન બંધ વિસ્તારોને શરૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમાંથી જાગનાથ, પંચનાથ, જૂની દાણાપીઠ તેમજ કાલાવડ રોડના વિસ્તારમાં લાઇન હજુ બંધ રહી હતી.

બીએસએનએલના બ્રોડ બેન્ડ વપરાશ કરતા લોકોમાં વાઇરસનો એકેટથી મોડેમો બંધ થયા હતા, તેમાં ખાનગી કંપનીઓના મોડમ વપરાશ કર્તાઓ દ્વારા પોતાનો ડિફોલ્ટ યુઝર આડી પાસવર્ડ નહીં બદલાવતા ઇન્ટરનેટ મારફતે આવતા વાઇરસના લીધે મોડેમો બંધ થયા હોવાનું બહાર આવ્યું હતું. જિલ્લાના કુલ સરેરાશ 28000 જેટલા બ્રોડબેન્ડ વપરાશકર્તાઓમાંથી 3000 જેટલા મોડેમો બંધ થયા હોવાનું જાણવા મળ્યું હતું તેમજ છેલ્લે બે દિવસ દરમિયાન બીએસએનએલના કર્મચારીઓ દ્વારા આવેલ ફરિયાદોનું નિવારણ કરવામાં આવી રહ્યું છે તેમજ મોડેમના રિ- ઇન્સ્ટોલેશન માટે અલગ 2થી 3 ઓફિસરોને કામગીરી સોંપાઇ છે.

વરસાદ દરમિયાન વાયરો તૂટી ગયા : જાગનાથ, પંચનાથ, દાણાપીઠ, કાલાવડ રોડ વિસ્તારમાં લેન્ડલાઇન ફોન બંધ

અન્ય સમાચારો પણ છે...