• Gujarati News
  • National
  • ટ્રેક ડેમેજ થતાં 16 ટ્રેન રદ, 6 ડાઇવર્ટ કરાઇ

ટ્રેક ડેમેજ થતાં 16 ટ્રેન રદ, 6 ડાઇવર્ટ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવેલા ભારે વરસાદને કારણે રાજ્યભરનો રેલવે વ્યવહાર અસરગ્રસ્ત થયો છે. હજુ પણ રેલવે ટ્રેક ડેમે થવાના લીધે 10 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. 6 ટ્રેનો આંશિક રદ કરી છે અને ટ્રેનને અન્ય રૂટ પરથી ડાઇવર્ટ કરી દોડાવવામાં આવી રહી છે.

સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનોમાં 19115 દાદર-ભુજ એક્સપ્રેસ, ટ્રેન નં. 12490 દાદર બિકાનેર એક્સપ્રેસ-19116- ભુજ દાદર એક્સપ્રેસ, 12489 બિકાનેર- દાદર એક્સપ્રેસ, 14804 અમદાવાદ- ભગત કી કોઠી એક્સપ્રેસ, 22484 ગાંધીધામ- જોધપુર એક્સપ્રેસ, 22483 જોધપુર- ગાંધીધામ એક્સપ્રેસ, 14803 ભગત કી કોઠી-અમદાવાદ એક્સપ્રેસ, 54804 અમદાવાદ- જોધપુર પેસેન્જર, 52911 રણુજ, અમદાવાદ પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે 22903 બ્રાંદ્રા-ભુજ એક્સપ્રેસ, 74841 જોધપુર- ભીલડી ડેમુ, 74842 ભીલડી-જોધપુર ડેમુ, 74837 જોધપુર-પાલનપુર ડેમુ, 74838 પાલનપુર- જોધપુર ડેમુ અને 15269 મુઝફ્ફરનગર-અમદાવાદ જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન આંશિક રદ કરાઇ છે. ઉપરાંત 6 ટ્રેનો ડાઇવર્ટ કરી છે જેમાં ટ્રેન નં. 22955 અને 22956 બાંદ્રા-ભુજ એક્સપ્રેસ વાયા પાલનપુર- સામખિયાળી ડાઇવર્ટ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...