• Gujarati News
  • National
  • રાજકોટ | મોરબીરોડ પર હડાળા ગામમાં રહેતા અને રિક્ષા ચલાવી

રાજકોટ | મોરબીરોડ પર હડાળા ગામમાં રહેતા અને રિક્ષા ચલાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મોરબીરોડ પર હડાળા ગામમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન કરતા દિનેશ જેઠાભાઇ માંડવિયા (ઉ.વ.30) મંગળવારે રતનપર નજીક રિક્ષામાં ઝેરી દવા પી લેતાં તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આપઘાત કરી લેનાર દિનેશ માંડવિયાના માતા-પિતા હયાત નથી, પત્ની પણ 10 વર્ષથી તેને છોડીને જતી રહેતા તે હડાળામાં માસીજી સાથે રહેતો હતો અને ભાડાંની રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો. અેકલવાયા જીવનથી કંટાળીને તેણે આવુ પગલું ભરી લીધાનું તપાસમાં ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...