• Gujarati News
  • National
  • 6 વોર્ડમાં આજે પાણીકાપ, દોઢ લાખથી વધુ લોકો થશે પરેશાન

6 વોર્ડમાં આજે પાણીકાપ, દોઢ લાખથી વધુ લોકો થશે પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંશુક્રવારે રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટથી દોઢસો ફૂટ રિંગ રોડના ટાંકા સુધી જર્જરિત પાઇપલાઇન બદલાવવા માટે શટડાઉન લેવા ન્યૂ રાજકોટના વોર્ડ નં.1, 8, 9, 10, 11 અને 13(પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. વિસ્તારના અંદાજે દોઢ લાખ લોકોને હેરાનગતિ થવાની છે.

રૈયાધારથી દોઢસો ફૂટ રિંગ રોડના ઇએસઆર-જીએસઆર(ટાંકા) સુધીની મેઇન ડિસ્ટ્રિબ્યૂશન લાઇન બદલાવવા માટેની કામગીરી ચાલી રહી છે. અંગે વેસ્ટ ઝોનના સિટી ઇજેનર ભાવેશ જોષીના જણાવ્યા મુજબ થોડા થોડા અંતરે પાઇપલાઇન બદલાઇ રહી છે. અંતિમ તબક્કાના કામમાં જોબ(પોકેટ એરિયા)માં ગાર્બેજ સ્ટેશન, નાણાવટી ચોક, રૈયા ચોકડી સહિત 6 ભાગમાં કામ થશે.

પરિણામે પાઇપલાઇન બંધ રાખવી પડે તેમ હોય નર્મદાનું નીર ટ્રાન્સફર થઇ શકતા વોર્ડ નં.1, 8, 9, 10, 11 અને 13(પાર્ટ)માં પાણીકાપ મૂકવામા આવ્યો છે. પાઇપલાઇન બદલાવાનું મુખ્ય કામ તો પૂર્ણ થઇ ચૂક્યો છે. માત્ર વેલ્ડીંગ અને જોડાણ કામ કરવા માટે શટડાઉન લેવામા આવ્યું છે તેમ સિટી ઇજનેરે જણાવ્યું હતું. પાઇપલાઇનના કામની સાથોસાથ પાણીનો હિસાબ રાખતા ફ્લો મીટર પણ મુકાઇ રહ્યા છે.

મવડી વિસ્તારમાં ભાદર ડેમનો વિકલ્પ અપનાવી જે વિસ્તારમાં શક્ય છે ત્યાં પાણી વિતરણ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. ભાદરમાંથી વધારાનું 10 એમએલડી પાણી ઉપાડીને વોર્ડ નં.12 અને પુનિતનગરના પશ્ચિમ વિસ્તારમાં પાણી વિતરણ રાબેતા મુજબ રાખવાનો મહત્તમ પ્રયાસ કરાશે.

લાઇન બદલાતા રોજના 4 થી 5 MLDની બચત થશે

રૈયાધારથીદોઢસો ફૂટ રિંગ રોડ પાણીના ટાંકા વચ્ચેની પાઇપલાઇનમાં લાઇનલોશનું પ્રમાણ ઘટાડવા માટે લાઇન બદલાવવામાં આવી છે. નવી લાઇન આવ્યા બાદ રોજનું 4 થી 5 એમએલડી પાણીની બચત થઇ શકશે. ઉપરાંત વોટર ઓડિટ સિસ્ટમ આધારિત ફ્લો મીટર પણ મુકાવાના હોય કેટલું પાણી છોડવામાં આવ્યું અને કેટલો વપરાશ થયો તેનો હિસાબ પણ રાખી શકાશે.

વોર્ડ નં.1, 8, 9, 10, 11, 13(પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે

રૈયાધારથી ફિલ્ટર પ્લાન્ટ સુધી પાઇપલાઇન બદલાવા શટડાઉન

અન્ય સમાચારો પણ છે...