તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉદ્યોગપતિના આપઘાત કેસમાં વધુ બેની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે

ઉદ્યોગપતિના આપઘાત કેસમાં વધુ બેની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના150 ફૂટના રોડ પર સાકેત પાર્કમાં રહેતા અને ઇશ્વર ટ્રેડિંગ સહિત 3 જીનિંગ, કારખાનાના માલિક રમેશભાઇ જાદવભાઇ ગમઢાએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધાની ફરિયાદ નોંધાયા બાદ એક તહોમતદાર જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે.સખિયાની ધરપકડ સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો. અન્ય બે તહોમતદાર ઘનશ્યામ વલ્લભભાઇ પાંભર અને બાબુ મેપાભાઇ બાંભવાની ધરપકડ સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. કેસમાં આરોપી તરીકે કુલ 17 નામ છે જે પૈકી 8 તહોમતદારે સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન માટે કરેલી અરજી ઉપર શુક્રવારે સુનાવણી છે.

સૂસાઇડ નોટમાં જે નામનો ઉલ્લેખ હતો નામ ઉપરાંત મૃતકના પત્ની જીજ્ઞાબેને કરેલી અરજીમાં કુલ 11 વ્યક્તિએ વ્યાજે ધીરેલા નાણાં સામે કરોડો રૂપિયાની જમીન, મિલકત લખાવી લીધા પછી વધુ પૈસાની ઉઘરાણી કરીને ત્રાસ ગુજારતા હોવાનો આરોપ મૂક્યો હતો. જોકે ફરિયાદમાં માત્ર 9 નામ લખાવ્યા હોવાથી પોલીસે સૂસાઇડ નોટના આધારે વધુ 8 નામનો ઉમેરો કર્યો હતો. ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયેલા તમામ શખ્સોને પકડવા પોલીસે ચાર ટીમ બનાવીને દરોડાનો દોર શરૂ કર્યો હતો. વધુ બે તહોમતદાર ઘનશ્યામ વલ્લભભાઇ પાંભર અને બાબુ મેપાભાઇ બાંભવાને હાઇકોર્ટે પિટિશનના નિકાલ સુધી ધરપકડ સામે મનાઇ હુકમ ફરમાવ્યો હતો. અાઠ તહોમતદારની આગોતરા અરજી ઉપર શુક્રવારે સુનાવણી થશે.

અન્ય 8ની આગોતરા જામીન અરજી ઉપર આજે સુનાવણી

ઉદ્યોગપતિને આપઘાતની ફરજ પાડવાના ચકચારી પ્રકરણમાં

અન્ય સમાચારો પણ છે...