તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લોકભાગીદારીથી શહેરના 14 રાજમાર્ગો વિકસાવાશે

લોકભાગીદારીથી શહેરના 14 રાજમાર્ગો વિકસાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનારાજમાર્ગો પરના ડિવાઇડર ખાનગી સંસ્થા અને એકમો સાથે લોકભાગીદારી કરીને ડેવલપ કરવાની યોજના મનપાએ બનાવી છે. પ્રથમ તબક્કે 14 રાજમાર્ગો માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. રોડ ડેવલપ કરવાનો ખર્ચ કરનાર સંસ્થા કે એકમને પોતાની જાહેરાતના રાઇટસ અપાશે. તેના માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાઇ છે. રાજમાર્ગો પરના ડિવાઇડરમાં બ્યુટીફિકેશન સહિત આકર્ષક વિકાસકામ કરાશે. પ્રથમ તબક્કે 14 રાજમાર્ગોને જનભાગીદારીથી ડેવલપ કરવાનું નક્કી કરાયું છે. તેમા કોર્પોરેશનને પાંચ પૈસાનો પણ ખર્ચ થશે નહીં.

છે રાજમાર્ગો

}કે.કે.વી. ચોકથી કાલાવડ તરફ મનપાની હદ } આમ્રપાલી ફાટકથી હનુમાન મઢી } કોટેચા ચોકથી યુનિવર્સિટી } મવડી મેઇન રોડથી બાપા સીતારામ ચોક } બાપા સીતારામ ચોકથી જકાતનાકા } નાનામવા મેઇન રોડ પર રાજનગર ચોકથી નાનામવા ચોકડી } નાનામવા ચોકથી કાલાવડ રોડ } નાનામવા રોડ પર મોકાજી સર્કલથી કાલાવડ રોડ ન્યારી ફિલ્ટર પ્લાન્ટ } કાલાવડ રોડથી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, અમીન માર્ગ } દૂધસાગર રોડ પર ચુનારાવાડ ચોકથી નેશનલ હાઇ-વે } પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી } આજી ડેમથી આર.કે.કોલેજનો ગેટ } સોરઠિયાવાડી સર્કલથી અમુલ સર્કલ

અન્ય સમાચારો પણ છે...