તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલીસને હાથતાળી આપતા 88 વોન્ટેડને એક રાતમાં પકડી લેવાયા

પોલીસને હાથતાળી આપતા 88 વોન્ટેડને એક રાતમાં પકડી લેવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અદાલતમાંપડતર કેસની સમસ્યાના મૂળમાં સમન્સ,વોરન્ટની બજવણીની ભૂમિકા મહત્ત્વની છે. મુદતે કોર્ટમાં હાજર નહીં રહેતા સાક્ષી, તહોમતદારો અને ફરિયાદી સામે સમન્સ, વોરંટ અને બિનજામીન લાયક વોરંટ ઇસ્યૂ થાય છે, પરંતુ યેન કેન પ્રકારે વોરન્ટની બજવણી થતી હોવાથી કેસ લંબાતા રહે છે. કેટલાક કિસ્સામાં જેના નામે વોરંટ, સમન્સ હોય વ્યક્તિ હાજર મળતી નથી અથવા સરનામા બદલાઇ ગયા હોવાથી વોરન્ટ, સમન્સની બજવણી થઇ શકતી નથી, જ્યારે કેટલાક કિસ્સામાં સમન્સ વોરન્ટની બજવણી કરવા ગયેલા પોલીસ સ્ટાફ વહીવટ કરીને બજવણી કરતા નથી અને જે તે વ્યક્તિ વકીલ મારફત વોરન્ટ રદ કરાવી દેતા હોવાનું ધ્યાને આવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તમામ પોલીસમથકના પીએસઆઇ, ડી સ્ટાફ, સમન્સ સ્કવોડ, પી.સી.બી.ના અધિકારી સ્ટાફની અલગ અલગ 30 ટીમ બનાવીને બુધવારે રાતે 12:00થી સવારના 5:00 વાગ્યા સુધીમાં વિવિધ વિસ્તારમાં 275 ઘરમાં તપાસ કરીને બિનજામીન પાત્ર વોરંટની લાંબા સમયથી બજવણી થવા દેતાં હતા એવા 88 વ્યક્તિની અટકાયત કરીને ઉઘડતી કોર્ટમાં રજૂ કર્યા હતા. જે પૈકી અડધાથી વધુને કોર્ટના અાદેશ મુજબ જેલહવાલે કરી દેવાયા હતા.

30 વાહનમાં ગુપ્ત ડ્રાઇવ, સ્ટાફને છેલ્લી ઘડીએ જાણ થઇ

શહેરમાંરોજના 300થી 400 સમન્સ, વોરંટ બજવણી માટે આવે છે. સમન્સ વોરંટની બજવણીમાં અનેક ત્રુટીઓ ધ્યાને આવતા અતિ ગુપ્તતા સાથે ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. દરેક પોલીસમથકના ડી સ્ટાફના પીએસઆઇ તથા તેના સ્ટાફ અને પીસીબી, સમન્સ સ્કવોડને રાતે ભેગા થવા સૂચના અપાઇ હતી. જોકે, શા માટે ભેગા થવાનું હતું અંગે કમિશનર અને ક્રાઇમ બ્રાંચના એસીપી ડો.હર્ષદ પટેલ સિવાય કોઇને જાણકારી હતી નહીં.

ચેકરિટર્ન કેસમાં અનેકે પૈસા ભર્યા

બિનજામીનપાત્ર વોરંટની બજવણીમાં પકડાયેલા 88 પૈકી ચેક રિટર્નના કેસમાં હાજર થતા હતા એવા મોટા ભાગના વ્યક્તિએ કોર્ટમાં પૈસા જમા કરાવી દીધા હતા, જેમણે પૈસા ભરવા માટે સાંજ સુધીની મુદત માગી તેમને કોર્ટમાં બેસાડી રખાયા હતા, જ્યારે જામીન રજૂ કરનારને બીજી મુદ્દતની તારીખ આપી જવા દેવાયા હતા.

વોરન્ટ સમન્સની બજવણી થતી હોવાથી કેસની કાર્યવાહી લંબાય છે

અન્ય સમાચારો પણ છે...