તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે જગ્યા, ગ્રાન્ટ છે પણ SAG પાસે ટાઇમ નથી

સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે જગ્યા, ગ્રાન્ટ છે પણ SAG પાસે ટાઇમ નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રનાપાટનગર સમા રાજકોટ શહેરમાં રમત- ગમતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્પોર્ટસ સંકુલ તૈયાર કરવા જમીન અને ગ્રાન્ટ બન્ને ફાળવવામાં આવ્યા છે, પરંતુ જાણે સ્પોર્ટસ ઓર્થોરિટી ઓફ ગુજરાતને સ્પોર્ટસ સંકુલ બનાવવામાં રસ હોય તેવો ઘાટ સર્જાતા છેલ્લા 15 વર્ષથી પ્લાન અધ્ધરતાલ રહ્યો છે.

રમત-ગમતને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા રમત-ગમત વિભાગને રાજ્યના જુદા જુદા શહેરોમાં સ્પોર્ટસ સંકુલ બનાવવા માટે જમીનો તેમજ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં રાજકોટની સબ કોચિંગ સેન્ટર કચેરીને રૈયાગામ નજીક 15 એકર જેટલી જમીન સ્પોર્ટસ સંકુલ માટે ફાળવવામાં આવી હતી અને અહીં અદ્યતન સ્પોર્ટસ સંકુલ બનાવવા માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. પરંતુ છેલ્લા 15 વર્ષમાં જમીન પર સમયાંતરે માત્ર સાફ-સફાઇ કરવામાં આવી છે અને કંપાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી, તેમ છતાં આજ દિન સુધી અહીં સ્પોર્ટસ સંકુલ બની શક્યું નહીં. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓની રમતમાં રાજરમતને કારણે રાજકોટમાં સ્પોર્ટસ સંકુલ તૈયાર થઇ શક્યાની રમત-ગમત વર્તુળોમાં ચર્ચા છે.

જમીન મુદ્દે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો

સ્પોર્ટસસંકુલ માટે ફાળવાયેલી જમીનમાં કોઇ કાર્યવાહી નહીં થતાં કેટલાક લોકોએ જમીનપર કબજો જમાવી લીધો હતો. જે મુદ્દે વિવાદ સર્જાતા મામલો અદાલતમાં પહોંચ્યો હતો. જે કેસમાં અદાલતે રાજ્ય સરકારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.

રેસકોર્સ મેદાનો સંભાળવા SAGની હિલચાલ

રાજકોટમહાનગરપાલિકા દ્વારા રેસકોર્સમાં કરોડોના ખર્ચે હોકી, ફૂટબોલ, લોન ટેનિસ, અેથ્લેટિક, ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવ્યા છે. જે તમામ અદ્યતન મેદાનો સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા હસ્તગત કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે.

કોર્પોરેશન સ્કૂલમાં હોસ્ટેલ બનાવાશે

પોલીસહેડ ક્વાર્ટર પાસે આવેલી મહાનગરપાલિકા સંચાલિત એકલવ્ય પ્રાથમિક શાળાની જગ્યા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતે હસ્તગત કરી છે, જે શાળાનું બાંધકામ તોડી સ્પોર્ટસ હોસ્ટેલ બનાવવાનો નિર્ણય કરાયો છે.

15 વર્ષ પહેલા ફાળવાયેલી જમીન હજુ સુધી યથાવત્ સ્થિતિમાં છે

અન્ય સમાચારો પણ છે...