તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરકાર માટે સિગારેટ અને રસોડાનું લાઇટર એકસમાન, 28% ટેક્સ ઝીંક્યો

સરકાર માટે સિગારેટ અને રસોડાનું લાઇટર એકસમાન, 28% ટેક્સ ઝીંક્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડ્રિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

અનેકએવી પ્રોડક્ટ છે કે, જે રાજકોટને સમગ્ર દેશમાં ગૌરવ અપાવી રહી છે. તેમાંની એક પ્રોડક્ટ એટલે કિચન લાઇટર. કેન્દ્ર સરકારે જીએસટીનો અમલ 1 જુલાઇથી કર્યો તે પહેલા તેના દર જાહેર કર્યા હતા. લકઝરી વસ્તુઓ પર સૌથી વધુ 28 ટકા જીએસટીની વસૂલાત કરવાનું નક્કી થયું હતું. લકઝરી વસ્તુઓની વ્યાખ્યામાં કિચન લાઇટર પણ આવે છે તે જાણી ગૃહિણીઓ સહિત તમામ વ્યક્તિઓને નવાઇ થશે. કેન્દ્ર સરકારની જીએસટી કમિટીએ સિગારેટના લાઇટર અને કિચન લાઇટર બન્નેને એક ગણી 28 ટકા ટેક્સ લાગુ કર્યો છે. 28 ટકા જીએસટીમાં રાહત આપવા માટે અનેક આગેવાનોને રજૂઆત કરવામાં આવી છે અને તમામ અધિકારીઓ અને આગેવાનોને ભૂલ સમજાઇ ગઇ છે, પણ હજુ સુધી ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. રાજકોટ સમગ્ર દેશના લાઇટરની કુલ જરૂરિયાતના 80 ટકાથી વધુ માલ પૂરો પાડે છે. રાજકોટના કિચન લાઇટર ઉત્પાદકો, તેના માલ સપ્લાયરોની એક બેઠક યોજાઇ હતી, જેમાં સરકાર ટેક્સમાં ઘટાડો કરે તો અચોક્સ મુદ્દત સુધી બંધ રાખવાનું નક્કી કરાયું છે.

રાજકોટ કિચન લાઇટર મેન્યુફેક્ચર એસો.ના સેક્રેટરી સુરેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે, કેન્દ્રના મંત્રી અને રાજકોટના સાંસદોએ કિચન લાઇટરમાં 28 ટકા ટેક્સ હોવો જોઇએ તે વાત સ્વીકારી છે અને તેમાં રાહત આપવાની વાત કરી છે. આગામી 13 ઓગસ્ટ સુધીમાં રસોડાના લાઇટર પર જીએસટી ઘટી 12થી 18 ટકા થવાની સંભાવના છે. હાલ કિચન વેરની પ્રોડક્ટ ઉપર પણ 12થી 18 ટકા જીએસટી છે. રાજકોટમાં 300થી વધુ લાઇટરના ઉત્પાદકો છે, જ્યાં અંદાજે 15 હજારથી વધુ કામદારો છે જેમાં મોટાભાગે બહેનો કામ કરે છે. જીએસટીના કારણે લાઇટરનું ઉત્પાદન બંધ જેવી હાલતમાં છે.

અન્ય સમાચારો પણ છે...