તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચાર સેવામાં 18% GST લાગુ પડતા નવું કનેક્શન મોંઘું થયું

ચાર સેવામાં 18% GST લાગુ પડતા નવું કનેક્શન મોંઘું થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર સેવામાં 18% GST લાગુ પડતા નવું કનેક્શન મોંઘું થયું

સિલિન્ડરઅને રેગ્યુલેટરની ડિપોઝિટ ઉપરાંત સ્ટેમ્પ ડ્યૂટી પર જીએસટી લાગુ કરવામાં આવ્યો નથી. પરંતુ ઇન્સ્ટોલેશન અને એડમિનિસ્ટ્રેશન ચાર્જ, કન્ઝ્યૂમર કાર્ડ, ઇન્સ્પેક્શન ચાર્જ અને નળીની રકમ પર 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. ચારેય સેવાની કુલ કિંમત રૂ.665 થાય છે. એટલે 18 ટકાના હિસાબે 119.50 રૂપિયા થાય છે. આથી જીએસટી લાગુ થયા બાદ નવું ગેસ કનેક્શન મેળવવા માગતા ગ્રાહકોને 119.50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. રાજકોટની 20 ગેસ એજન્સીઓમાં અત્યાર સુધીમાં 200 થી વધુ નવા ગેસ કનેક્શન ઇશ્યૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

જીએસટીના અમલ પહેલાં નવું ગેસ કનેક્શન મેળવવા માટે 1450 રૂપિયા સિલિન્ડર ડિપોઝિટ, 150 રેગ્યુલેટર ડિપોઝિટ, 100 સ્ટેમ્પ ડ્યૂટી, 175 ઇન્સ્ટોલેશન અને એડમિનિસ્ટ્રેશન ચાર્જ, 50 રૂ. કન્ઝ્યૂમર ચાર્જ, 250 ઇન્સ્પેક્શન ચાર્જ અને 190 નળીના મળી કુલ 2365 રૂપિયા ગેસ એજન્સીમાં ચૂકવવા પડતા હતા.

જીએસટી પહેલાં 2365 રૂપિયા ભરીને નવું કનેક્શન મળતું હતું

અન્ય સમાચારો પણ છે...