તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોમવારથી તમામ યાર્ડમાં હરાજી શરૂ થવાની સંભાવના

સોમવારથી તમામ યાર્ડમાં હરાજી શરૂ થવાની સંભાવના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

છેલ્લાકેટલાક દિવસોથી જીએસટીની આંટીઘૂંટી નહીં સમજાતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના યાર્ડોમાં હરાજી બંધ હતી. યાર્ડના કમિશન એજન્ટો અત્યાર સુધી 5 ટકા વેટ ભરતા હતા અને જીએટી પણ 5 ટકા હોવાથી ટેક્સ સામે નહીં, પણ સિસ્ટમ નહીં સમજાતા હરાજી બંધ રાખવામાં આવી છે. હવે સમગ્ર મામલે જીએસટી કચેરી માર્ગદર્શન આપશે તેવું નક્કી થતા હડતાળનો અંત આવ્યો છે અને આગામી સોમ અથવા મંગળવારથી હરાજીના કામકાજ ફરી શરૂ થઇ જશે.

રાજકોટ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીના જણાવ્યા મુજબ ગાંધીનગર ખાતે મળેલી મિટિંગમાં મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવાની ખાતરી આપવામાં આવી છે. જીએસટી કમિશનર સાથેની મિટિંગમાં યાર્ડના વેપારીઓની જીએસટી અંગે યોગ્ય માર્ગદર્શન અપાતા હડતાળ સમેટી લેવાનું નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...