તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંઢેરી પાસે અકસ્માતમાં 3નાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટજામનગર હાઇવે પર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ નજીક શુક્રવારે બપોરે ઇકો કારને પાછળથી ખાનગીબસે ટક્કર મારતાં કારનો કડૂસલો બોલી ગયો હતો. કારમાં બેઠેલી બે વિદ્યાર્થિની સહિત ત્રણ મુસાફરોનાં મોત નીપજ્યા હતા જ્યારે આઠ મુસાફરોને ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જામનગરથી ઈકો કારમાં મુસાફરોને બેસાડી ચાલક રાજકોટ આવવા નીકળ્યો હતો. કારમાં આઠ મુસાફરો અને એક ચાલક સહિત નવ લોકો હતા. કાર રાજકોટની ભાગોળે ખંઢેરી પાસે પહોંચી હતી ત્યારે પાછળ આવી રહેલી શ્રીનાથ ટ્રાવેલ્સની બસે કારને જોરદાર ટક્કર મારી હતી. બસની ટક્કરથી કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને થોડે દૂર સુધી કાર ફંગોળાઇ હતી.

બસે પાછળથી ટક્કર મારી હોઇ કારના પાછળના ભાગનો કડૂસલો બોલી ગયો હતો. અકસ્માતમાં ભોગ બનેલા આઠ મુસાફરોને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે અકસ્માતમાં જામજોધપુરના વનાલા ગામના હેમતભાઇ પોપટભાઇ આહીર, મૂળ યુપીની અને ધ્રોલ પાસેની મદ્રેસામાં અભ્યાસ કરતી નાજીશા અંજુ તાહીરહુશેન શેખ તથા તાહીરા ઝાહીરબેગ પઠાણના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. પીએસઆઇ ગોહિલે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ બસનો ચાલક નાસી ગયો હતો તેમજ કારનો ચાલક પણ હાલમાં મળી આવ્યો નથી. બંનેની શોધખોળ ચાલુ છે. ચાલક મળ્યા બાદ અકસ્માતની સાચી વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...