તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે આજે નિ:શુલ્ક ધ્યાન શિબિર

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે આજે નિ:શુલ્ક ધ્યાન શિબિર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલરોડ, 4-વૈદવાડી, ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરમાં 13 જૂનના નિ:શુલ્ક ઓશો ધ્યાનોત્સવનો કાર્યક્રમ યોજાશે. ગોંડલ રોડ, જૈનચાલ દુકાન નં-10 ખાતે સવારે 11 કલાકે જયેશભાઇ મડિયારના હસ્તે ઓશોના પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લું મુકાશે. વિવિધ ઉત્સવો સાંજે 6 થી 8.30 દરમિયાન ઉજવાશે. ઓશો કાર્ય સાથે સંકળાયેલા સ્વામી સત્ય પ્રકાશની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમ યોજાશે. કીર્તન ઉત્સવ, વીડિયો દર્શન, સન્યાસ ઉત્સવ યોજાશે. છેલ્લા 32 વર્ષથી ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે દરરોજ સવારે 6 થી 7 સક્રિય ધ્યાન, સાંજે 6.30 થી 8.15 સંધ્યા ધ્યાન કરાય છે. સમયાંતરે 4-5 દિવસ ઓશો ધ્યાન શિબિરનું પણ આયોજન કરાય છે. સ્વામી સત્ય પ્રકાશજીના 67મા જન્મોત્સવની ઉજવણી કેક કટિંગ અને વિવિધ કાર્યક્રમો દ્વારા કરાશે. ઓશો સાહિત્યનું પ્રદર્શન એકથી માસ દરમિયાન કરાય છે. ઓશો સત્ય પ્રદર્શન અને ઉત્સવમાં સર્વે ભાઇઓ, બહેનો, સાધકોને જોડાવા માટે ઓશો ધ્યાન મંદિરના સંચાલકોએ આમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...