તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચોર પકડાયો, 3 ચોરીની કબૂલાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોપટપરામાંસેન્ટ્રલ જેલ પાછળ રૂખડિયાપરામાં રહેતા અને અગાઉ વાહનચોરીના ગુનામાં અનેક વખત પકડાઇ ચૂકેલા દિલાવર ઉર્ફે મગરો મહેબૂબભાઇ સિપાઇએ તાજેતરમાં જંકશન વિસ્તારમાં મકાનમાં ચોરી કર્યાની ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી. પીએસઆઇ કે.કે.જાડેજા, મદદનીશ રઘુભા વાળા, રાજુભાઇ બાળાએ દિલાવરને અટકાયતમાં લીધો હતો. પૂછપરછમાં તેણે એક રાતમાં પરસાણાનગર સહિત 3 સ્થળેથી સ્કૂટર અને ઘરેણાંની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે દિલાવર પાસેથી સ્કૂટર, ટેબ્લેટ, સોનાની વીંટી, ચાંદીના ઘરેણાં સહિત રૂ. 57,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ ચોરીના ભેદ ખોલવા દિલાવરના રિમાન્ડ મગાશે.

એક રાતમાં પરસાણાનગર સહિત 3 સ્થળેથી ચોરી કરી હતી

અન્ય સમાચારો પણ છે...