તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ડો.બાબાસાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે સીસીસી, બીપીપી જેવા સર્ટિફિકેટ

રાજકોટ | ડો.બાબાસાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે સીસીસી, બીપીપી જેવા સર્ટિફિકેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ડો.બાબાસાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે સીસીસી, બીપીપી જેવા સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સ, બી.એ., બી.કોમ. ડિગ્રી, લાઇબ્રેરી સાયન્સ, માસ્ટર ડિગ્રી વગેરે અભ્યાસક્રમોમાં જુલાઇ 2017ના સત્રથી પ્રવેશ કાર્યવાહી શરૂ કરાશે. સત્રમાં ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સરકારી કર્મચારીઓ માટે જરૂરી સીસીસી ઇન સર્વિસ અને સીસીસી પ્લસના અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. નવી સરકારી ભરતી માટે જરૂરી સીસીસી બીએઓયુમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ધોરણ 10 કે 12 પાસ કર્યા વગર લખતા વાચતા આવડતું હોય તેવા 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ સીધા ગ્રેજ્યુએટ જઇ શકે. બીપીપી કોર્સમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અભ્યાસક્રમોમાં એસસી/એસટી વિદ્યાર્થીઓને 100 ટકા સ્કોલરશિપ, મહિલાઓને 35 ટકા ફીમાં રાહત અપાય છે. 20 જુલાઇ સુધીમાં ફોર્મ ભરી શકશે. વધુ માહિતી માટે આંબેડકર યુનિ.નો પ્રાદેશિક કેન્દ્ર, પી-એ, 8-ટીચિંગ સ્ટાફ ક્વાર્ટર, યુનિવર્સિટી કેમ્પસનો સંપર્ક.

આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં CCC ઇન સર્વિસ, પ્લસ કોર્સ

અન્ય સમાચારો પણ છે...