તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લાના 14000 બાળકોનો આધાર નંબર અપાયો નથી

જિલ્લાના 14000 બાળકોનો આધાર નંબર અપાયો નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

રાજકોટજિલ્લામાં 1373 સ્થળ પર આંગણવાડી કેન્દ્ર ચાલે છે, જેમાં અંદાજે 98 હજાર બાળકો દૈનિક આવે છે. બાળકોમાંથી 14 હજાર બાળકોને આધાર નંબર મળ્યા નથી. બાકી રહી ગયેલા બાળકોને વહેલીતકે આધારકાર્ડ નીકળે તે માટે આંગણવાડી કેન્દ્રની બહેનોને જવાબદારી સોંપવામાં આવી છે.

તાજેતરમાં રાજકોટ કલેક્ટરે આધાર કાર્ડની કામગીરીમાં બેદરકાર એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો છે, ત્યારે જિલ્લામાં હજુ 14 હજારથી વધુ બાળકોને આધાર નંબર મળ્યા નથી. બાળકોને આંગણવાડી કેન્દ્રના માધ્યમથી આધાર નંબર આપવામાં આવશે.

આંગણવાડી કેન્દ્રના અધિકારી પી.પી. પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં અંદાજે 84 હજાર બાળકોના આધારકાર્ડ નીકળી ગયા છે, જ્યારે 14 હજાર બાળકોના બાકી છે. બાળકોને આંગણવાડી કેન્દ્રની બહેનો આધાર નંબર કાઢી આપશે.

બાકી રહેલા આધાર કાર્ડ ટેબલેટથી કાઢી અપાશે

આંગણવાડીમાંઆવતા અને આધાર કાર્ડથી વંચિત હોય તેવા શૂન્યથી પાંચ વર્ષ સુધીના બાળકોના અાધાર કાર્ડ કાઢવાની કામગીરી વર્કર બહેનોને સોંપાઇ છે. બહેનોને સરકાર દ્વારા ટેબલેટ અપાયા છે અને તેની તાલીમ પણ આપી દેવાઇ છે. ટેબલેટમાં બાળકોના ફોટા, ફિંગર પ્રિન્ટ, આઇ સ્કેનિંગ સહિતની કામગીરી કરવામાં આવશે.

આંગણવાડીમાં આવતા 84 હજાર બાળકોને આધાર કાર્ડ કાઢી અપાયાં

અન્ય સમાચારો પણ છે...