તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | લોકોનેરોજગારીની તક પુરી પાડવામા માટે ભારતીય ટપાલ વિભાગ

રાજકોટ | લોકોનેરોજગારીની તક પુરી પાડવામા માટે ભારતીય ટપાલ વિભાગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોકોનેરોજગારીની તક પુરી પાડવામા માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ફ્રેન્ચાઇઝી આઉટલેટ શરૂ કરાશે. સિનિયર સુપ્રીન્ટન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ રાજકોટની યાદી મુજબ રાજકોટ પોસ્ટલ ડિવિઝનમાં તેમજ શહેરના વિવિધ વિકસીત વિસ્તાર, 150, ફૂટ રીંગ રોડ, કાલાવડ રોડ નજીકના વિસ્તારોમાં તથા જામનગર રોડના વિકસીત વિસ્તારોમાં ટપાલ વિભાગ કુલ 1 ફ્રેન્ચાઇઝી આઉટલેટ (કમીશન દ્વારા પોસ્ટલ સેવાઓ) શરૂ કરશે. ભારતીય ટપાલ વિભાગના પેન્સનરો તથા પોતાના કમ્પ્યુટરની સેવા આપી શકે તેવા ધોરણ 8 પાસ અને 18 વર્ષથી વધુના ઉમેદવારો ફ્રેન્ચાઇઝી આઉટલેટ માટે અરજી કરી શકશે. અરજીઓ સિનિયર સુપ્રીન્ટેન્ડ ઓફ પોસ્ટ ઓફિસીસ, રાજકોટ ડિવિઝન હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, બીજો માળ, રાજકોટ કચેરીએ મોકલાવાની રહેશે. ફોર્મ માટે 25 જૂન સુધીમાં મેળવી લેવાના રહેશે. ફોર્મ મેળવવા માટે દિવસ 15ની અંદર કચેરીનો સંપર્ક કરવાનો રહેે. મુદત પુરી થયે અરજી સ્વીકારવામાં આવશે નહીં.

ટપાલ વિભાગ તરફથી ફ્રેન્ચાઇઝી આઉટલેટ માટે અરજી સ્વીકારાશે

અન્ય સમાચારો પણ છે...