તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલવા માટે બોલશે બઘડાટી

પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલવા માટે બોલશે બઘડાટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટમાંપડેલા તોફાની વરસાદે મનપાની કહેવાતી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે ત્યારે મામલે 17 જૂને મળનાર જનરલ બોર્ડમાં તંત્રવાહકો અને શાસકોને ભીડવવા માટે વિપક્ષે વ્યૂહ રચના ગોઠવી છે. દરમિયાન છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેતી એસ્ટેટ (જગ્યા રોકાણ) શાખાને લગતા સંખ્યાબંધ સવાલો સાથે શાસક અને વિપક્ષે રજૂ કરી શંકા ઉપજાવતી વ્યૂહ રચના પણ ઘડી છે.

જનરલ બોર્ડનો એજન્ડા બહાર પડ્યા બાદ શુક્રવારે સવારે શાસક અને વિપક્ષના કોર્પોરેટરો તરફથી સવાલોના થપ્પા થઇ ગયા હતા. અગ્રતાક્રમ મુજબ ભાજપના અશ્વિનભાઇ મોરણિયાનો જગ્યારોકાણ શાખાને લગતા સવાલનો પ્રથમ વારો આવ્યો છે. પછી કોંગ્રેસના બે સભ્યોનો ક્રમ છે. બન્ને પક્ષેથી 24થી વધુ નગરસેવકો દ્વારા 40 જેટલા સવાલો રજૂ થયા છે. જેમાંથી વિપક્ષ તરફથી મુખ્યત્વે પ્રિ-મોન્સૂન કામગીરીને લઇને તંત્રવાહકો અને શાસકપક્ષ બન્નેને ભીડવવા માટેની રણનીતિ ઘડી છે.

દરમિયાન જગ્યારોકાણ શાખા છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. આવી સ્થિતિ વચ્ચે શાસક અને વિપક્ષ બન્ને પક્ષ તરફથી જગ્યારોકાણ શાખાને લગતા સંખ્યાબંધ સવાલો મુકાયા છે. બન્ને પક્ષેથી હળીમળીને એસ્ટેટ શાખા ઉપર ગાળિયો નાખવાનો એક શંકા ઉપજાવતી વ્યૂહ રચના ઘડવામાં આવી હોય તેવું એક ચિત્ર અહીં ઉપસી રહ્યું છે.

જગ્યારોકાણ શાખાને ભીડવવા માટે શાસક-વિપક્ષની ભેદી વ્યૂહ રચના

રાજકોટ મહાનગરપાલિકામાં 17 જૂને જનરલ બોર્ડ મળશે

અન્ય સમાચારો પણ છે...